31.6 C
Gujarat
Wednesday, July 15, 2026
Home HeadLines રાજકોટ : ક્રાઈમ બ્રાંચે લગ્નપ્રસંગોમાં ચોરી કરતી એમપીની ‘કડિયા સાસી’ ગેંગને સ્વિફ્ટ...

રાજકોટ : ક્રાઈમ બ્રાંચે લગ્નપ્રસંગોમાં ચોરી કરતી એમપીની ‘કડિયા સાસી’ ગેંગને સ્વિફ્ટ કાર સાથે દબોચી, 20 લાખનો મુદ્દામાલ જપ્ત

0
198

ક્રાઈમ બ્રાંચના DCP પાર્થરાજસિંહ ગોહિલ, ACP ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ કડિયા સાસી ગેંગ રાજકોટમાં વધુ એક ગુન્હાને અંજામ આપે તે પહેલા સિટી ક્રાઈમ બ્રાંચે દબોચી

એમપીની કડિયા સાસી ગેંગે આચરેલ 41 ગુન્હાનો ભેદ ઉકેલી,ગેંગના 5 સભ્યો અને એક બાળ કિશોરને સ્વિફ્ટ કાર સાથે ઝડપી લીધા

ક્રાઇમ બ્રાંચની જુદી-જુદી ટીમે મધ્યપ્રદેશ કડિયા સાસી ગામ સહિત આજુ બાજુ વોચ ગોઠવી બાતમીદારો સક્રિય કરતા સફળતા મળી

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યમાં કડિયા સાસી ગેંગના સભ્યો લગ્ન પ્રસંગમાં શૂટ બુટમાં સગીર બાળકોને તૈયાર કરી મહેમાન તરીકે મોકલી આપી તકનો લાભ લઇ લગ્ન પ્રસંગમાંથી વર-કન્યા પક્ષના નજીકના સબંધી અને મહેમાનોના લાખ્ખો રૂપિયાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી પોલીસના નાકે દમ લાવી દીધો હતો રાજકોટ ક્રાઇમ બ્રાંચે મધ્યપ્રદેશની આંતરરાજય કડિયા સાસી ગેંગના 6 સભ્યોને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા હતા આ ગેંગે રાજકોટમાં બે, સુલતાનપુરમાં એક અને અન્યો રાજયોમાં મળી 41થી વધુ ગુના કબુલ્યા છે. ક્રાઈમ બ્રાંચે 20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ગેંગના અન્ય સાગરીતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

રાજકોટ શહેરમાં બે વર્ષમાં બે જુદા-જુદા લગ્ન પ્રસંગમાં કડિયા સાસી ગેંગ મહેમાન તરીકે પહોચી 16 લાખ જેટલા રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ જતા રાજકોટ પોલીસ ચોંકી ઉઠી હતી રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સમગ્ર ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપતા રાજકોટ ક્રાઇમ બ્રાંચે ભારે જહેમત બાદ આંતરરાજ્ય કડિયા સાસી ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી હતી

રાજકોટ ક્રાઇમના ના DCP પાર્થરાજસિંહ ગોહિલ, ACP ભરત બસીયાનાના માર્ગદર્શન હેઠળ પીઆઇ ગાંડલીયા અને પીએસઆઇ સાકરીયાએ તેમની ટીમ સાથે લગ્ન પ્રસંગમાં ચોરી કરતી ગેંગની મોડસ ઓપરન્ડીસના આધારે મધ્યપ્રદેશની કડિયા સાસી ગેંગની સંડોવણી હોવાનું બહાર આવતા ક્રાઇમ બ્રાંચની ટીમે મધ્યપ્રદેશના કડિયા સાસી ગામ સહિત સમગ્ર પંથકમાં વેશ પલટો કરી ધામા નાખી બાતમીદારો સક્રિય કર્યા હતા આખરે કડિયા સાસી ગેંગ વધુ એક વાર રાજકોટ પંથકમાં ચોરી કરવા આવી રહ્યા હોવાની બાતમીના આધારે માલીયાસણ નજીક સ્વિફ્ટ કારમાંથી ઝડપી લીધી હતી એસકુમાર ધરમસિંહ સીસોદીયા (ઉ.વ. 45), સોનુ ઉર્ફે દિપક ભેરૂસિંહ સીસોદીયા (ઉ.વ. 26), વિવેક જયનારાયણ સીસોદિયા (ઉ.વ. 26), ઋત્વિક ઉર્ફે કાલા ઉર્ફે મહેશ ઉર્ફે ઝીંગા સીસોદીયા (ઉ.વ. 18), ગોમતી દિલીપસિંહ સીસોદીયા (ઉ.વ. 36) અને એક કિશોરનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!