27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી : શામળાજી પોલીસે 7 વર્ષ અગાઉ અકસ્માત સર્જનાર ફરાર આરોપીને દબોચ્યો,LCBએ...

અરવલ્લી : શામળાજી પોલીસે 7 વર્ષ અગાઉ અકસ્માત સર્જનાર ફરાર આરોપીને દબોચ્યો,LCBએ અપહરણના ગુન્હાના આરોપીને ઝડપ્યો

0
121

અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે જિલ્લામાં ગુન્હા આચરી નાસતા-ફરતાં આરોપીઓને ઝડપી પાડવા પોલીસ સતત દોડાદોડી કરી અનેક ગુન્હેગારોને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે

શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુન્હામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પડવા કવાયત હાથધરી બાતમીદારો સક્રિય કરતા સાત વર્ષ અગાઉ અકસ્માતનો ગુન્હો આચરી ફરાર થઈ જનાર રાજસ્થાનના સિહોડીનો મહેપાલ રોહતાજ યોગી (જોગી) નામનો આરોપીને ઝડપી પાડવા એક ટીમ રાજસ્થાન રવાના કરી તેના ઘરેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ સાત વર્ષ અગાઉ અકસ્માતના ગુન્હાનોનો આરોપી ઝડપી પાડવામાં શામળાજી પોલીસ સફળ રહી હતી

અરવલ્લી એલસીબી પીઆઇ ડી.બી.વાળા અને તેમની ટીમે માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી માલપુર પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુન્હાના પોલીસ પકડથી દૂર રહેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરતા એક વર્ષ અગાઉ માલપુર પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુન્હાનો નાસતો-ફરતો આરોપી કિસ્મત લાલા બારિયા (રહે,ખરોડ-મહીસાગર) જીતપુર ચોકડી નજીક હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાબડતોડ જીતપુર ચોકડી નજીક પહોચી વોચ ગોઠવી કિસ્મત બારિયા આવતા કોર્ડન કરી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!