ભીખાજી ઠાકોર મોટા ભાઈ સમાન અને તેમના સમર્થકો મારા ભાઈઓ છે : શોભાના બેન બારૈયા
સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં વિરોધના વંટોળ વચ્ચે પાંચ લાખથી વધુની લીડથી વિજય પ્રાપ્ત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
મોડાસા શ્રી કમલમ કાર્યાલયમાં ચૂંટણી રણનીતિ માટે ગુરુવારે યોજાનાર સંગઠન અને યુવા મોરચાની બેઠક રદAdvertisement
સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ભીખાજી દૂધાજી ઠાકોરના સ્થાને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની પત્ની શોભાના બેનને ઉમેદવાર જાહેર કરતા બંને જીલ્લામાં ઉમેદવારને લઈને ભાજપના અનેક અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે શોભાનાબેન બારૈયાએ વિરોધ વંટોળ વચ્ચે પ્રચાર પ્રસાર શરુ કરી દીધો છે અરવલ્લી જીલ્લાના પૌરાણિક સાકરિયા સ્થિત ભીડ ભંજન હનુમાન દાદાના મંદિરે માથું ટેકવી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા જોકે તેમની સાથે જીલ્લા ભાજપના ગણ્યા ગાંઠ્યા યુવા કાર્યકરો હાજર રહ્યા હતા.
સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભાનાબેન બારૈયાએ મોડાસા શ્રી કમલમ કાર્યાલયમાં ભાજપના હોદેદારો સાથે બેઠક યોજી હતી ત્યારબાદ સાકરિયા સ્થિત હનુમાન દાદા મંદિરે દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અને ભીખાજી ઠાકોરને મોટા ભાઈ અને તેમના સમર્થકો તેમના ભાઈઓ હોવાનું જણાવી ભીખાજી ઠાકોરના આશીર્વાદ લઇ તેમની સાથે રહી ભાજપને ભવ્ય જીત અપાવવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું શોભાના બેન બારૈયા અરવલ્લી જીલ્લામાં પ્રચાર પ્રસાર માટે પહોચતા અનેક ભાજપના અગ્રણી હોદ્દેદારો અને કાર્યકરો તેમનાથી દૂર રહ્યા હતા અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠનમાં અંદર-અંદર ડખો ચાલતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે શોભનાબેન બારૈયાએ અરવલ્લી જીલ્લામાં મત મેળવવા ભારે મહેનત કરવી પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે