અરવલ્લી જીલ્લામાં ત્રણ-ચાર દિવસથી ડુંગરો પર આગ લાગવાની ઘટનામાં વનરાજી ખાખ થતાં વનવિભાગ તંત્ર ચોંકી ઊઠ્યું હતું હોળીના તહેવારમાં આદિવાસી સમાજની પરંપરા મુજબ ડુંગર નવડાવવાની માનતાના પગલે કેટલાક ડુંગર પરના જંગલમાં આગ લાગી હોવાની માહિતી વનવિભાગને પ્રાપ્ત થતા ભિલોડા વનવિભાગની ટીમે ખાનગી રાહે તપાસ હાથધરતા ટોરડા નજીક બુઢેલી, રામપુરી, જેતપુર ડુંગળ ભાગમાં હોળીના તહેવારે ડુંગળ નવડાવવાની માનતા પ્રમાણે દવ લગાડવાન બુધરાસણ અને ધનસોરના ત્રણ રહીશોને ભિલોડા વન વિભાગ ના કર્મચારીઓએ પરિક્ષેત્ર વન અધિકારીશ્રી ભિલોડા એસ.પી.રહેવરના માર્ગદર્શન હેઠળ ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ની કલમ ૨૬-૧ (ખ) મુજબ વન ગુનાની સંડોવણીમાં અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી ત્રણે શખ્સો પાસેથી દસ હજાર રૂપિયા લેખે ત્રણ હજાર રૂપિયા દંડ વસૂલ કર્યો હતો