38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત શહેરા :આગમાંથી જાણે અગનગોળા વરસતો હોય તેવો માહોલ,ગરમીનો પારો આસમાને જતા લોકો ...

શહેરા :આગમાંથી જાણે અગનગોળા વરસતો હોય તેવો માહોલ,ગરમીનો પારો આસમાને જતા લોકો  ત્રાહીમામ

0
106

શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા પાછલા બે દિવસથી ગરમીના પારો વધવાને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આકાશમાથી જાણે અગનગોળા વરસી રહ્યા હોવાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે.તંત્ર દ્વારા પણ ગરમીમાં કામ સિવાય બહાર નહી નીકળવાના સુચનો આપવામા આવ્યા છે. અને ગરમીથી બચવા માટે શેરડી રસ સહીતના ઠંડા પીણાનો આશરો લઈ રહ્યા છે.

 

                 પંચમહાલ જીલ્લામા ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના સમયની સાથે જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેના કારણે રસ્તા પર પણ લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. હાલમા લગ્નગાળાની સીઝન પણ ચાલી રહી છે. ગરમીના કારણે તંત્ર દ્વારા લોકોને સુચનો કરવામા આવ્યા છે. ઘરમાંથી કામ વગર બહાર ન નીકળવાના સુચનો પણ કરવામા આવ્યા છે. હાલમા ઠંડા પીણા,શેરડી રસ,કેરી રસનો આસરો લઈ રહ્યા છે. ગરમીમા કારણે બપોરના સમયે પણ રસ્તાઓ બપોરના સમયે સુમસામ જોવા મળી રહ્યા છે. ગરમીના કારણે લુ લાગવાના કેસો પણ જોવા મળી રહ્યા છે. દવાખાનામા પણ હાલ દર્દીઓની સંખ્યા જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!