આઈપીએલની ક્રિકેટમાં દરેક મેચમાં મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં અનેક યુવાનો ઓનલાઈન અને ઓફલાઇન સટ્ટો રમી રહ્યા છે મોડાસા ટાઉન પોલીસે શહેરના ઈન્દિરાનગર કસ્બામાં સ્ટ્રીટ લાઇટ નીચે મેચમાં રનચેજ નો જુગાર રમતા ચાર શકુનિઓને દબોચી લઇ 4 હજાર રૂપિયા રોકડા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ટાઉન પોલીસની રેડ જોઈ કેટલાક જુગારીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા
અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન PI કે.ડી.ગોહિલ અને તેમની ટીમે ચૂંટણીલક્ષી નાઇટ પેટ્રોલીંગ સઘન હાથધર્યું છે મોડાસામાં લઘુમતી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ઈન્દિરાનગર કસ્બામાં સ્ટ્રીટ લાઇટ નીચે આઈપીએલની મેચ પર રનચેજનો જુગાર રમતા હોવાની બાતમી મળતા ટાઉન પોલીસે રેડ કરતા સ્ટ્રીટ લાઇટ નીચે ચેન્નાઈ સુપરકિંગ અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચમાં એક થી ચાર નંબરના ખેલાડીઓની બેટિંગ પર રનચેજનો ચિઠ્ઠી પર જુગાર રમતા ખેલીઓમાં ભારે નાસભાગ મચી હતી પોલીસે ચાર જુગારીઓને કોર્ડન કરી દબોચી લઇ તેમની પાસેથી 4 હજાર રોકડા રૂપિયા જપ્ત કરી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
INBOX : IPLની મેચમાં રનચેજનો જુગાર રમતા ચાર શકુનિઓ કોણ કોણ વાંચો..!!
1)સાહિલ ઉર્ફે જબ્બર મોં.યુનુસ શેખ
2)અખ્તર ઉર્ફે બલી આબિદહુસેન ચિસ્તી (બંને,રહે, નૂરાની સોસાયટી)
3)ફારૂક હુસેન ઉર્ફે શાબીર કુરેશી
4)જાકીર ઉર્ફે પચ્ચીસ ભીખાભાઈ રાઠોડ (બંને,રહે ઈન્દિરાનગર-કસ્બા)