અરવલ્લી જીલ્લામાં 15 દિવસ ઈન્ટેન્સિવ સ્વીપ પ્રોગ્રામનું આયોજન
અરવલ્લી જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રશસ્તી પારીક લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો અને પ્રતિયોગિતા યોજી લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં મહેંદી થકી મહિલાઓમાં મતદાન જાગૃતિ કરવામાં આવી હતી
અરવલ્લીમાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મોડાસા સહિત તમામ તાલુકાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં 112224 બહેનોએ માસ મહેંદી યોજીને મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ અને મતદાનના અનેક સૂત્રોથી મહેંદી લગાવીને મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બની અને. શપથ લઈને 100 ટકા મતદાન કરી પરિવારના સભ્યો અને આજુબાજુના લોકોને પણ મતદાન માટે પ્રોત્સાહિત કરવાના સંકલ્પ લીધો હતો