સાબરકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર અને ખેડભ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી લોકસભામાં હારનો સામનો કર્યા પછી વધુ મજબૂત બની પ્રજાજનોની ન્યાયની લડત માટે અરવલ્લીમાં ધામા,પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે કલેક્ટર કચેરી આગળ બેસી સાબરડેરી પશુપાલકોને ભાવફેર ઝડપથી ચૂકવણું કરેની માંગ કરી
અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિએ જીલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી બાયડ તાલુકા પંચાયત કચેરી શહેરમાંથી ખસેડી નવી તાલુકા પંચયાત કચેરી ચાર કિલોમીટર દૂર ખસેડવાની તંત્રની તજવીજ બંધ કરવામાં આવે અને સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર નહીં અપાતા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આક્રમક રજૂઆત કરી હતી બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ કલેક્ટર કચેરી આગળ બેસી જઈ પશુ પાલકોને ઝડપથી ભાવફેર ચૂકવવામાં આવેની માંગ કરી હતી
અરવલ્લી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ,જીલ્લા કોંગ્રેસ અગ્રણી અરુણ પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જીલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી બાયડ તાલુકાના પ્રજાજનો અને અરવલ્લી-સાબરકાંઠાના પશુપાલકો માટે જીલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી કોંગ્રેસની આક્રમક રજૂઆત અને બાયડ તાલુકાના પ્રજાજનો અને બંને જીલ્લાના પશુપાલકો ના ન્યાય માટે આગળ આવી તેમના પ્રશ્નોના ન્યાય માટે લડત ચલાવતા લોકોએ કોંગ્રેસના હલ્લાબોલને આવકાર્યો હતો





