37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines કાર ચાલક ટોલ કપાવતો હતો… અને… અચાનક પાછળથી ટ્રક આવી પછી શું...

કાર ચાલક ટોલ કપાવતો હતો… અને… અચાનક પાછળથી ટ્રક આવી પછી શું થયું જુઓ, વીડિયો

0
105

ગુજરાતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે કેટલાક અકસ્માત એવા હોય છે કે, ક્યારેક તો ચાલકનો કોઈ જ વાંક નથી હોતો, છતાં તે ભોગ બને છે. આવી જ એક ઘટના બનાસકાંઠા જિલ્લામાં બનવા પામી છે. અહીં કાર ચાલક ટોલ ભરી રહ્યો હતો, તે સમય દરમિયાન અચાનક પાછળ ટ્રક આવી અને કાર ચાલકને અડફેટે લેતા, 500 ફૂટ જેટલી કાર ઢસડાઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા આવેલો છે, અહીં હજારો વાહનો પસાર થાય છે. પણ અહીં એવી ઘટના ઘટી કે, લોકો જોતા જ રહી ગયા. ટોલ પ્લાઝા પર કાર ચાલક ટેક્સ ભરવા માટે ઊભો હતો. અહીં પાછળથી અચાનક ટ્રક આવે છે અને કાર ચાલકને ટક્કર મારે છે. પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક અચાનક કાર ને અડફેટે લઇ લે છે, જેથી કાર અંદાજે 500 મીટર સુધી ફેંકાઈ જાય છે. અકસ્માતમાં મોટી દુર્ઘટના ટળી હતી, સદભાગ્યે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટનામાં કારને નુકસાન પહોંચ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!