33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home આંતરરાષ્ટ્રીય UN મહાસચિવે સંઘર્ષને રોકવાના પ્રયાસો કરવા હાકલ કરી

UN મહાસચિવે સંઘર્ષને રોકવાના પ્રયાસો કરવા હાકલ કરી

0
147

23 જૂન 2025, નવી દિલ્હી
ન્યૂ યોર્કમાં યુએન મુખ્યાલય ખાતે સુરક્ષા પરિષદના તાત્કાલિક બોલાવાયેલા ખાસ સત્ર દરમિયાન શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે અપીલ કરી, ઇરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા બાદ ઈરાનમાં કટોકટી ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવાની ગુટરેસે વિનંતી કરી. પ્રદેશમાં સંઘર્ષને રોકવાના તાત્કાલિક પ્રયાસો કરવા હાકલ કરતા, ગુટેરેસે કહ્યું, સંઘર્ષ છોડવાની અપીલ કરી હતી.. યુએનના વડાએ રાજદ્વારી વાતચિત કરવા તમામ પક્ષોને અપીલકરી હતી..રશિયા, ચીન અને પાકિસ્તાન દ્વારા તાત્કાલિક અને બિનશરતી યુદ્ધવિરામની માંગણી કરતો ઠરાવ રજૂ કરવા માટે સુરક્ષા પરિષદની કટોકટી બેઠક બોલાવવામાં આવી હતી. પરિષદમાં ઈરાનના પ્રતિનિધિ, અમીર સઈદ ઈરાવાનીએ કહ્યું કે તેહરાનને અમેરિકાના આક્રમણ સામે પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. ઇઝરાયલના યુએન રાજદૂત ડેની ડેનને કહ્યું કે યુએસ હુમલાઓએ વિશ્વને વધુ સુરક્ષિત સ્થાન બનાવ્યું છે..

ચીનના રાજદૂત ફુ કોંગે યુએસ હુમલાઓની ટિકા કરી અને સંયમ રાખવાની વિનંતી કરી. રશિયાના રાજદૂત વેસિલી નેબેન્ઝ્યાએ કહ્યું કે અમેરિકાએ એક પેન્ડોરા બોક્સ ખોલી નાખ્યું છે જે સ્પષ્ટ કરે છે કે વોશિંગ્ટનને રાજદ્વારી વાતચિતમાં રસ નથી.સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ રાજદૂત, ડોરોથી શિયાએ કહ્યું કે ઈરાને આગળ વધવું જોઈએ નહીં અને અમેરિકનો અથવા અમેરિકન ઠેકાણાઓ પર પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈપણ હુમલો વિનાશક સાબિત થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!