27.4 C
Gujarat
Thursday, August 6, 2026
Home HeadLines અરવલ્લી : LCBને દારૂ ભરેલી કારનો પીછો કરતા Video બનાવવો ચસ્કો...

અરવલ્લી : LCBને દારૂ ભરેલી કારનો પીછો કરતા Video બનાવવો ચસ્કો લાગ્યો..!! જુઓ જીવ સટોસટ બાજીનો Video

0
89

ગુજરાત પોલીસ વિભાગના કેટલાક કર્મચારીઓ સોશિયલ મીડિયામાં વટ પાડવા માટે સિંઘમ બનીને વર્દી સાથેના ફોટા મૂકતા અને પોતાની રિલ્સ મૂકી પ્રજાજનોમાં રેલો પડવાની ઘેલછા અતિરેક્ત થતાં રાજ્ય પોલીસવડાએ ગાઈડલાઈન જાહેર કરવી પડી હતી જોકે હજુ પણ ઉચ્ચ અધિકારીઓ,નેતાઓ અને પ્રજા તેમની કામગીરીની નોંધ લે તે માટે પોલીસતંત્ર બિફોર અને આફ્ટરના વીડિયો અને રિલ્સ બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા રહે છે ત્યારે અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસ ને જાણે બુટલેગરો અને તેમની વચ્ચે થતી થતી રેસનો જોખમી વીડિયો બનાવવાનો ચસ્કો લાગ્યો હોય તેમ દારૂ ભરેલ વાહન અને પોલીસે પીછો કરેલ વાહનનો વીડિયો બનાવવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસબેડામાં LCBનો જોખમી વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે બાતમીદારો સક્રિય કરી બુટલેગરો પર સપાટો બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે LCBએ રાત્રિના સુમારે દારૂ ભરેલી કારનો સરકારી જીપ કે અન્ય વાહનમાં ફિલ્મીઢબે પીછો કરવા દરમિયાન ડ્રાઈવરની બાજુમાં બેઠેલા પોલીસકર્મીએ સમગ્ર રેસનો 2 મિનિટ્સ અને 20 સેકન્ડનો વીડિયો બનાવ્યો હતો આ વીડિયો પત્રકારોના વોટ્સએપ ગ્રુપમાં મૂકતા ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે આ વીડિયો બનાવવા દરમિયાન વીડિયો બનાવનાર અધિકારી કે પછી પોલીસ કર્મીના મોબાઈલનું ત્રણ ચાર વાર સંતુલન પણ ગુમવાતા દેખાઈ રહ્યું છે ત્યારે આ પ્રકારના વીડિયો બનાવવાની કોઇ જરૂર ખરી અને વીડિયો બનાવવા દરમિયાન વાહન ચલાવનાર ડ્રાઇવર બે ધ્યાન થાય તો અકસ્માત સર્જવાની ઘટના પણ બની શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!