32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines જામનગર માં આમ આદમી પાર્ટી ના સંમેલનમાં ‘આપ’ ના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા...

જામનગર માં આમ આદમી પાર્ટી ના સંમેલનમાં ‘આપ’ ના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા ઉપર જૂતું ફેંકાતાં ભારે હંગામો

0
71

મંચ પર ઉપસ્થિત અગ્રણી તથા અન્ય ‘આપ’ના કાર્યકરોએ હુમલાખોર ને ઘેરી લઈ લમધાર્યો: પોલીસે બચાવી લઈ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો

જામનગર તા ૫, આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રા અન્વયે આજે જામનગર માં બાઈક રેલી અને સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા માં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ તેના ઉપર જોડુ ફેંક્યું હતું. આથી ત્યાં ઉપસ્થિત કેટલાક લોકો લોકો દોડી આવ્યા હતા અને હુમલાખોર ને લમધારી નાખી ને પોલીસ ને સુપરત કર્યો હતો. ગોપાલ ઇટાલીયા એ પોલીસ હુમલાખોર ને બચાવવા આવી પહોંચી તેવો પોલીસ ઉપર ગંભીર આક્ષેપ પણ કર્યો હતો.

જામનગર સહિત મહાનગરપાલિકા ની ચૂંટણીઓ આગામી ત્રણેક માસ માં યોજાનાર છે , ત્યારે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. બે દિવસ પહેલા વોર્ડ નંબર ૧૨ ના કોંગ્રેસ ના કોર્પોરેટર જેનબબેન ખફી એ કોંગ્રેસ માંથી રાજીનામ આપ્યું હતું. આ ઉપરાત અન્ય બે કોર્પોરેટરો અસલમ ખીલજી અને ફેમિદાબેન જુણેજા સહિત ના અનેક આગેવાનો અને તેમના સમર્થકો આજે આપ માં જોડાયા હતા.
જે અન્વયે સાંજે જામનગરના મ્યુનિ. ટાઉનહોલમાં આયોજિત કાર્યક્રમમાં ‘આપ’ ના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સભા ને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે એક શખ્સ ત્યાં સ્ટેજ નજીક પહોંચ્યો હતો, અને પોતાનું ચપ્પલ કાઢીને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા ઉપર ફેંકયુ હતું. ત્યારે સ્ટેજ ઉપર અને નીચે હાજર કેટલાક અગ્રણીઓ તથા કાર્યકરોએ હુમલાખોર ને ઘેરી લીધો હતો, અને તેને ઢિકા પાટુ નો માર પણ માર્યો હતો. દરમિયાન પોલીસ ટુકડી પણ ત્યાં હાજર હતી, જેઓએ હુમલાખોર ને પોતાની સાથે લઈ ગયા હતા, જેને મોડ ઈચ્છા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જીતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેનું નામ છત્રપાલ સિંહ જાડેજા અને લાલપુર તાલુકાના મેમાણા ગામનો રહેવાસી હોવાનું તેમજ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, અને પોલીસ દ્વારા તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે, જેમાં તેણે પોતાના પર હુમલો કરવા અંગે કેટલાક અગ્રણીઓ સહિતના નામો આપ્યા છે, જે દિશામાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બીજી તરફ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા, અને હુમલાખોર ને બચાવવા માટે પોલીસ આવી પહોંચી હોવાનું જણાવ્યું હતું. અને કોંગ્રેસ તેમજ ભાજપ બંને પક્ષ સાથે મળીને આ પ્રકારે નું કાવતરું કરી રહ્યા છે, તેવા આક્ષેપો પણ કેટલાક ‘આપ’ ના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!