37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines “આપણું મોડાસા” સોશ્યલ મીડિયા પરિવારે :શહેરમાં મુકબધીર બાળકોને ઉંધીયું-જલેબી ખવડાવી ખુશીના પતંગ...

“આપણું મોડાસા” સોશ્યલ મીડિયા પરિવારે :શહેરમાં મુકબધીર બાળકોને ઉંધીયું-જલેબી ખવડાવી ખુશીના પતંગ ઉડાડ્યા

0
47

ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો કેટલાક લોકો દૂર ઉપયોગ કરતા હોય છે અને તેના પર પાબંધી લગાવવાની અનેકવાર બૂમો ઉઠી છે બીજીબાજુ અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં સોશ્યલ મીડિયા થકી સેવાકીય પ્રવૃત્તિ કરતા “આપણું મોડાસા” પરિવાર દ્વારા સતત 14માં વર્ષે 150થી વધુ મુકબધીર બાળકોને ઉંધીયું- જલેબી પરિવારના સદસ્યોએ પીરસી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા બાળકોના ચહેરામાં પર ખુશીના પતંગો ઉડ્યા હતા આપણું મોડાસા સોશ્યલ મીડિયા ગ્રુપની મદદથી શહેર સહિત અરવલ્લી જીલ્લામાં અનેક લોકોને પડતી તકલીફોમાં મદદરૂપ બની રહ્યું છે

ઉત્તરાયણ પર્વની ઉજવણી પતંગ ચગાવાની સાથે ઉંધીયું-જલેબીની જયાફત ઉડાવવામાં આવે છે મોડાસા શહેરમાં “આપણું મોડાસા” સોશ્યલ મીડિયા ગ્રુપ પરિવારના મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ અને સદસ્યોએ શનિવારે
સાંજે લાયન્સ ક્લબ સોસાયટી મોડાસા સંચાલિત બહેરા મૂંગા શાળામાં અભ્યાસ કરતા 150થી વધુ દિવ્યાંગ બાળકોને ઉંધીયું-જલેબી,સહિતના વ્યંજન ખવડાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી

ઉત્તરાયણના પગલે બજારોમાંથી મોંઘીદાટ દોરી અને પતંગ લાવી આકાશી યુદ્ધમાં પેચ લડાવવામાં જે આનંદ મળે તેના કરતા વધુ ખુશી આ સેવાકીય પ્રવૃત્તિ થી ગ્રુપના સદશ્યોએ મેળવી હતી છેલ્લા 14 વર્ષથી “ આપણું મોડાસા” સોશ્યલ મીડિયા પરિવારના સદસ્યો આ રીતે મુકબધીર બાળકોને મકરસક્રાંતિ ઉપર ઉંધીયું-જલેબી ખવડાવી આનંદ મેળવે છે લાયન્સ સોસાયટી અને લાયન્સ ક્લબ મોડાસા પરિવારે આપણું મોડાસા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!