29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines EXCLUSIVE : દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલ ભિલોડા એસટી ડેપો મેનેજર ફરજમાં ગંભીર...

EXCLUSIVE : દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલ ભિલોડા એસટી ડેપો મેનેજર ફરજમાં ગંભીર અનિયમિતતા બદલ સસ્પેન્ડ

0
46

સસ્પેન્ડેડ ડેપો મેનેજર જે.આર.બૂચ તંત્રના ઉચ્ચ અધિકારીઓને પણ ગાંઠતો ન હતો, ડેપોના કર્મીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા

અરવલ્લી જીલ્લાના ભિલોડા એસટી ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા જે.આર.બૂચ પીધેલી હાલતમાં પોલીસે ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતા એસટી તંત્રની આબરૂંનું ધોવાણ થતાં સમગ્ર રાજ્યમાં ભારે પડઘા પડ્યા હતા ડેપો મેનેજરે વીડિયો વાયરલ કરી ખોટી રીતે પોલીસે ફરિયાદ દાખલ કરી હોવાનું અને એસટી કર્મીઓને ફરજ દરમિયાન કડકાઈ અને ચોક્કસાઈ પૂર્વક અમલવારી કરાવતો હોવાનો હુંકાર કરી લૂલો બચાવ કર્યો હતો જોકે એસટી ડેપો મેનેજરની હરકતથી સમસમી ઉઠેલ તંત્રએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા સરકારને નીચા જોવા પણું ન થાય એટલે ફરજમાં ગંભીર અનિયમિતતા બદલ ફરજ મોકૂફી કરવામાં આવ્યા હોવાનો આદેશ કર્યો હતો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હિંમતનગર વિભાગના ભિલોડા એસટી ડેપો મેનેજર જે.આર.બૂચે અતિ ગંભીર પ્રકારની બેદરકારી દાખવી હોવાનો ઉલ્લેખ કર્યો છે જેમાં શામળાજી મહોત્સવમાં મુખ્યમંત્રી મુલાકાત દરમિયાન ભિલોડા ડેપો દ્વારા દસ બસની ફાળવણી કરી હતી બસની મરામત અને સફાઈ કરતા 11 મિકેનિક માંથી 8 મિકેનિક થોડીક મિનિટ્સ લેટ આવતા તેમણે સસ્પેન્ડ કરવાનો બે જવાબદારી પૂર્વક નિર્ણય કરતા એસટી બસની સફાઈ અને મરામતમાં ગંભીર અસર થવા પામી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ કાર્યક્રમ માટે ઉચ્ચ અધિકારીઓએ સરકારી મોબાઈલ પર સતત ફોન કરવા છતાં ફોન નહીં ઉપાડતા એટીઆઈ મારફતે વાત કરવાનો પ્રયત્ન કરતા વાત કરવાની ધરાર ના પાડી દીધી હતી અને વહિવટી તંત્રને ગેરમાર્ગે દોરવા બીમાર હોવાનું તબીબ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું સહિત અનેક ગંભીર અનિયમિતતા હોવાથી ડેપો મેનેજર જે.આર.બૂચને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી દીધો હતો તેમજ વિભાગીય કચેરીએ હાજર રહી હાજરી પુરાવાની રહેશેની તાકીદ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!