33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : શામળાજી નજીક દીપડો વાહનની અડફેટે ચઢ્યો, વાહનો પર તરાપ મારવાનો...

અરવલ્લી : શામળાજી નજીક દીપડો વાહનની અડફેટે ચઢ્યો, વાહનો પર તરાપ મારવાનો પ્રયાસ

0
49

અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં હિંસક પ્રાણીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે. શામળાજી પંથકમાં ડુંગરો પર દીપડાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે શામળાજી નજીક ખેરંચા ગામ નજીક મોડાસા રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે દીપડો ઈજાગ્રસ્ત થઇ રોડ સાઈડ પડ્યો હતો ગુસ્સે ભરાયેલ દીપડો રોડ પરથી પસાર થતા વાહનો પર તરાપ મારવાનો પ્રયાસ કરતો હતો જાગૃત નાગરિકે વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડી દીધો હતો

અરવલ્લી જીલ્લાના જંગલ અને ડુંગરો પર વસવાટ કરતા દીપાડાઓની માવજત કરવામાં વનવિભાગ તંત્ર ઉણું ઉતરી રહ્યું હોવાથી દીપાડાના ખોરાક અને પાણીની શોધમાં માનવ વસ્તી તરફ આંટાફેરા વધી રહ્યા છે જીલ્લામાં અનેકવાર દીપડા ત્રાટકી પશુઓનું મારણ કર્યું હોવાની ઘટનાઓ સમયાંતરે બની છે અગાઉ પણ અજાણ્યા વાહનની અડફેટે શામળાજી નજીક અને ગોખરવા વિસ્તારમાં દીપડા મોતને ભેટી ચુક્યા છે

પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસા શામળાજી સ્ટેટ હાઇવે પર આવેલ ખેરંચા ગામ નજીક ગત રાત્રીએ અજાણ્યા વાહનની અડફેટે દીપડો ચઢી જતા અકસ્માતમાં દીપડાને ઈજાઓ પહોંચતા ગુસ્સે ભરાયેલ દીપડો રોડ પરથી પસાર થતા વાહનો પર તરાપ મારવાનો પ્રયાસ કરી રોડ સાઈડ ફસાડાઈ પડતા રોડ પરથી કારમાં પસાર થતા મહિલાએ દીપાડાને જોઈ વિડીયો ઉતાર્યો હતો જાગૃત નાગરિકે વન વિભાગને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ઝાળીની મદદથી દીપડાનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે દવાખાને ખસેડી દીધો હતો રોડ સાઈડ દીપડો પડ્યો હોવાની જાણ થતા આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!