અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ જીલ્લામાં ચાલતા દેશી-વિદેશી દારૂના વેપલા અને હેરાફેરી અટકાવવા અને જીલ્લામાં ગુન્હા આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી અસામાજિક પ્રવૃતિઓ પર રોક લગાવવા પ્રયત્નશીલ છે
અરવલ્લી એલસીબી પીઆઈ એમ. એચ. ઝાલા અને તેમની ટીમે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારના ટાકાટૂંકા નજીક વાહનોનું ચેકીંગ હાથધરી શંકાસ્પદ ઝડપ સાથે આવતી ઇકો કાર ને અટકાવતા કાર ચાલક બુટલેગર થોડે દૂર કાર રોડ પર મૂકી અંધારામાં ઓગાળી જતા પોલીસે ઇકો કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-312 કિં.રૂ 266400 અને કાર મળી કુલ. રૂ.7.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા બુટલેગર વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
મહેસાણા જીલ્લાના વડનગરના સુલતાનપુરા રહેતા રણજીતસિંહ ભરતજી ઠાકોર બે વર્ષ અગાઉ ભિલોડા વિસ્તારમાં ઠગાઇ કરતા
ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો છેલ્લા બે વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા અરવલ્લી જીલ્લા LCBએ બાતમીદારો સક્રિય કરતા રણજીતસિંહ ઠાકોર વિસનગરમા હોવાની બાતમી મળતા તાબડતોડ એલસીબી ની ટીમ બાતમી આધારિત સ્થળે પહોંચી ઠગને દબોચી લઇ ભિલોડા પોલીસને સુપ્રત કરવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી વોન્ટેડ આરોપી રણજીતસિંહ ઠાકોર સામે વિસનગર અને વડનગર પોલીસ સ્ટેશનમાં બે ગુન્હા નોંધયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું






