ઉત્તર ગુજરાત સહીત અરવલ્લી જીલ્લામાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર વધ્યું છે રાત્રે જાણે કુદરતી કર્ફ્યુ હોય તેમ લોકો ઘરમાં પુરાવવા મજબુર બન્યા છે રાત્રે અને વહેલી સવારે રોડ રસ્તા સમસામ જોવા મળી રહ્યા છે
સવારે ધુમ્મસ વાળા વાતાવરણના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કડકડતી ઠંડીમાં લોકો રાહત મેળવવા તાપણાનો સહારો લઇ રહ્યા છે
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં પવન નું જોર વધતા હાડથીજવતી ઠંડીથી પ્રજાજનો
રીતસરના થરથરી ઉઠ્યા છે એક જ દિવસમાં તાપમાનનો પારો ત્રણથી ચાર ડિગ્રી જેટલો નીચે ઉતરતા ભુક્કા બોલાવે તેવી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે જીલ્લાના વાતાવરણમાં સતત ઉલટફેર જોવા મળી રહ્યો છે હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થતા હિમાલય તરફથી આવતા ઠંડો પવનનોથી વાતાવરણમાં શીત લહેર પ્રસરી છે છેલ્લે છેલ્લે તીવ્ર ઠંડીનો રાઉન્ડ ચાલુ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે પાછોતરા રવિ સીઝનનું વાવેતર કરનાર ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે
સામાન્ય રીતે ઉત્તરાયણ પર્વ બાદ શિયાળાની ઋતુ વિદાય તરફ પ્રયાણ કરે છે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બશન અને ગ્લોબલ વોર્મિંગ અસરના લીધે ઉત્તરાયણ પર્વ પછી ગુજરાત સહીત અરવલ્લી જીલ્લામાં ઠંડીનું જોર વધુ જોવા મળી રહ્યું છે ઠંડીનું પ્રમાણ વધતા હાર્ટ એટક અને આસ્થામા ના દર્દીઓમાં વધારો થયો છે લોકો ઠંડીથી રાહત મેળવવા ગરમ વસ્ત્રોથી લદાયેલા જોવા મળે છે ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીથી લોકો ઘરમાં પુરાઈ રહેવાનું મુનાસીબ માની રહ્યા છે






