33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines મોડાસા : પલટી ખાધેલી કારમાંથી 5.28 લાખનો દારૂ મળ્યો, બુટલેગરનું મોત, પોલીસે...

મોડાસા : પલટી ખાધેલી કારમાંથી 5.28 લાખનો દારૂ મળ્યો, બુટલેગરનું મોત, પોલીસે FSLની મદદ લીધી

0
59

મોડાસા ટાઉન પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કારમાંથી લોહીના નમૂના જરૂરી હોવાથી FSLની હાજરીમાં કારમાંથી લોહીના નમૂના લીધા બાદ પ્રોહીબીશન ગુન્હો નોંધ્યો

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર બાયપાસ રોડ પર રેલ્વ ક્રોસિંગ નજીક મોડી રાત્રે
દારૂ ભરેલી ક્રેટા કાર પલ્ટી ખાઈ જતા બુટલેગર નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી બુટલેગરનું મોત નીપજતા અકસ્માતે મોતનો ગુન્હો નોંધી બુટલેગરનું મોત નીપજતા એફએસએલની મદદ લઇ લોહીના નમૂના લીધા બાદ મૃતકની લાશને પીએમ માટે કોલ્ડસ્ટોરેજમાં મોકલી કારમાંથી મળી આવેલ 5.28 લાખનો દારૂ જપ્ત કરી પ્રોહીબીશનનો ગુન્હો નોંધ્યો હતો

મોડાસા ટાઉન પીઆઈ ડી.બી. વાળા અને તેમની ટીમને બાયપાસ રોડ પર રેલવે ક્રોસિંગ નજીક કાર અકસ્માત નડ્યો હોવાની જાણ થતા તાબડતોડ સ્થળ પર પહોંચી ક્રેટા કાર ચાલકની લાશ કારની બાજુમાં પડેલી હોવાથી અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ક્રેટામાં દારૂ ભરેલી પેટીઓ જોવા મળતા પોલીસ ચોંકી ઉઠી હતી અજાણ્યા બુટલેગરનું મોત નીપજતા અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કારમાં પડેલ લોહીના નમૂના સહીત અન્ય પરિક્ષણની જરૂર હોવાથી એફએસએલની ટીમની મદદથી નમૂના લીધા બાદ કારમાંથી મળેલ દારૂની બોટલ નંગ-2640 કિં.રૂ.5.28 લાખનો જથ્થો જપ્ત કરી અજાણ્યા બુટલેગરની ઓળખ માટે તજવીજ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!