33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : LCB અને દારૂ ભરેલી બોલેરો વચ્ચે 50 km ફિલ્મી ઢબે...

અરવલ્લી : LCB અને દારૂ ભરેલી બોલેરો વચ્ચે 50 km ફિલ્મી ઢબે પકડ દાવ,2.60 લાખ દારૂ સાથે બુટલેગર દબોચ્યો

0
45

અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાની સખ્ત સૂચનાના પગલે પોલીસતંત્રએ બુટલેગરો પર તવાઈ બોલાવી છે જીલ્લાના માર્ગો પરથી નાના મોટા વાહનોમાં હેરાફેરી થતો લાખ્ખો રૂપિયાનો દારૂ પોલીસ ઝડપી પાડી બુટલેગરોના અવનવા કિમીયા નિષ્ફળ બનાવી રહી છે

અરવલ્લી જીલ્લા LCBએ જીવણપુર ત્રણ રસ્તાથી દારૂ ભરેલ બોલેરો કારનો ફિલ્મીઢબે પીછો કરતા બુટલેગરે અંતરરિયાળ માર્ગો પર બોલેરો હંકારી મૂકી હતી ત્રણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ અને બુટલેગર વચ્ચે પકડ દાવની રમત જેવા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા આખરે બુટલેગર ભિલોડાના રામપુરી ગામ નજીક બુટલેગરોએ હાંફી જતા ખેતર નજીક કાર મૂકી ખેતરમાં દોટ લગાવતા પોલીસે એકને દબોચી લઇ 2.60 લાખનો વિદેશી દારૂ જપ્ત કરી અન્ય ફરાર બુટલેગરને ઝડપી પાડવા કવાયત તેજ કરી હતી

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ એમ. એચ. ઝાલા અને તેમની ટીમે જીવણપુર ત્રણ રસ્તા નજીક વાહનોનું ચેકીંગ હાથધરતા શંકાસ્પદ ઝડપ સાથે ન્યુ બ્રાન્ડેડ બોલેરો આવતા અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગર કાર બોલુન્દ્રાના અંતરિયાળ માર્ગ પર હંકારી મુકતા પોલીસે પીછો કરતા ટીંટીસર નજીકથી પરત જીવણપુર ત્રણ રસ્તા તરફ હંકારી મૂકતા પોલીસે ફિલ્મી ઢબે પીછો યથાવત રાખતા બુટલેગરે જીપ શામળાજી આશ્રમ ચાર રસ્તાથી પાલ્લા અને ટોરડા થઇ ભિલોડાના રામપુરી ગામ નજીક દોડવી હાંફી જતા ખેતર નજીક બોલેરો ઉભી રાખી બોલેરોમાં સવાર બે બુટલેગરોએ ખુલ્લા ખેતરમાં દોટ લગાવી હતી

પોલીસે ખેતરમાં પીછો કરી ડાલુરામ જોધારામ જાટ (રહે,મીરપુરા, ઝાલોર-રાજસ્થાન)ને દબોચી લઇ બોલેરો જીપમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-912 કિં.રૂ. 260480/- તેમજ મોબાઈલ અને બોલેરો મળી 10.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર અને દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાની બુટલેગરો 1)ઉમારામ, 2)અનિલ દાદુ બરંડા (રહે,અનેલા), 3)સુરેશ શાંતિલાલ સોની (રહે,બસ્સી), 4)ગણેશ લાલારામ ગામેતી (રહે, કણબઈ) વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!