29.3 C
Gujarat
Saturday, July 11, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસા પાલિકામાં SIR મુદ્દે મામલો ગરમાયો, કોંગ્રેસ કાઉન્સિલરોની ગેરવર્તણૂકનો આરોપ

અરવલ્લી: મોડાસા પાલિકામાં SIR મુદ્દે મામલો ગરમાયો, કોંગ્રેસ કાઉન્સિલરોની ગેરવર્તણૂકનો આરોપ

0
53

ફોર્મ નં-7 ભરી કોઇ પણ આધાર પુરાવા આપ્યાં વગર રજૂ કરવામાં આવ્યા છે તેવા તમામ ખોટા ફોર્મ નં-7 રદ કરવાનો ઠરાવ કરવાની માંગ સામન્ય સભામાં ઠરાવ અંગે મતદાન કરવાની માંગ કરી હતી
મોડાસા નગરપાલિકાના કોંગ્રેસી વિપક્ષી નેતા હુસેન ખાલક અને કોર્પોરેટરોએ ભાજપ અને ચૂંટણી પંચ પર મતદાર યાદીમાંથી નામ કમી કરવાનો કારસો કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો
મોડાસા શહેરમાં સિટી બસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક અસર થી ચાલુ કરવાની માંગ કરી હતી

ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં મતદાર યાદી સુધારણા અંગે એસઆઇઆરની કામગીરી સતત શંકાના દાયરામાં રહી છે મોડાસા નગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના વિપક્ષના નગર સેવકોએ એસઆઈઆરની પ્રક્રિયામાં મતદાર યાદીમાંથી નામો રદ કરવા માટે ફોર્મ નં-7 રજૂ કરવામાં આવ્યા છે ભાજપ અને તેના કાર્યકર્તાઓનું કાવતરું હોવાનું આક્ષેપ કરી સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી મતદાનની માંગ કરતા ભાજપ શાસિત નગર પાલિકામાં એસઆઈઆર અંગે ઠરાવ ન કરતા કોંગ્રેસે કોર્પોરેટરોએ સામૂહિક ફોટો સેશનનો બહિષ્કાર કર્યો હતો

ભાજપ શાસિત મોડાસા નગર પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોર્ટરોએ એક જૂટ થઈ એસઆઈઆરની કામગીરીમાં શાસક પક્ષ દ્વારા નામો કમી કરવાની ઝુંબેશ ચલાવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યા હતા સામાન્ય સભામાં વિપક્ષી કોર્પોર્ટરોનો એસઆઈઆરની પ્રક્રિયા સામે આક્રમક વિરોધ જોઈ શાસક પક્ષ પણ અચંબિત બન્યો હતો અને ઝડપથી સામાન્ય સભા આટોપી લેતા કોંગ્રસી નગરસેવકો માં ભારે રોષ જોવા મળ્યું હતો વિકાસના કામોમાં પણ ભેદભાવનો સણસણતો આક્ષેપ કરી રમઝાન મહિનામાં બપોરના સમયે કે રોજ છોડવાના સમયે પાણી ન આપવા અને પાણી આંતરા દિવસે રજૂઆત કરી હતી

વિરોધ પક્ષના નેતા હુસેનભાઈ ખાલકે જણાવ્યું હતું કે મોડાસામાં એસઆઈઆરની કામગીરીમાં શાસક પક્ષ દ્વારા નામો કમી કરવાની ફોર્મ નંબર-7 ભરવામાં આવ્યા હતા તેનો વિરોધ કરી નગરપાલિકાના સામૂહિક ફોટો શેસનનો બહિષ્કાર કર્યો હતો સામાન્ય સભામાં પ્રસ્તાવ મૂકતા શાસક પક્ષ દ્વારા મતદાન ન થાય એના માટે એડી ચોટીનું જોર લગાવી તમામ પ્રયત્ન કરવામાં આવ્યા હતા સામાન્ય સભા જે રીતે ચાલવી જોઈએ ભાજપ વોટ ચોરીના સંદર્ભે જે રીતે વર્તન હતું અન્ય ઠરાવો મંજૂર કરી પતાવી દીધી હતી કોંગ્રેસના કોર્પોરેટરો ચોક્કસ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે નગરપાલિકા એક્ટ-1963 અને અને નિયમો પ્રમાણે નગર પાલિકાનો વહીવટ ચાલતો હોય છે ત્યારે શાસક પક્ષ તેની મનસૂબી પ્રમાણે ચલાવી રહ્યું છે અને તેમની વર્તણૂંક અશોભનીય હતું મોડાસામાં વિકાસના કામોમાં શાસક પક્ષ મરજી પ્રમાણે નિર્ણય કરશે તો આ તાનાશાહી સરકાર ઝૂંકીશું નહીં અને શહેરનો વિકાસ સમતોલ કરવા માંગ કરી હતી

કોંગ્રેસ પક્ષના કોર્પર્ટરોએ શહેરના પહોળા માર્ગોની બંને બાજુ બંને બાજુ બ્લોક નાખવામાં આવે ભૂગર્ભ ગટર યોજના અંતગર્ત ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે તે વહેલી તકે ચાલુ કરવામાં આવે ચેમ્બર્સ પર ઢાંકણ લગાવવાની કામીગીરી કરવામાં આવે ભૂગર્ભ ગટર યોજના બાદ ખોદવામાં આવેલ રોડ અને તુટી ગયેલ રોડનું સમારકામ કરવાની ચાંદ ટેકરી અને રાણાસૈયદમાં વિજળી કરણની વ્યવસ્થા કરવાની શહેરના વિસ્તારોમાં નગર પાલિકાની બિલ્ડિંગ હોય તે વિસ્તારમાં સહાય કેન્દ્રો શરૂ કરવમાં આવે ડુગરવાડા રોડ પહોળો કરવાની પહાડપુર રોડ પર કલંદરી મસ્જિદથી બંને સાઈડ વીજપોલ નાખવામાં આવ્યા છે એ દૂર કરવામાં આવે તેમજ રોડ પર બનાવેલી ચેમ્બરોની લેવલીંગ કરવાની માંગ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!