34.9 C
Gujarat
Saturday, July 11, 2026
Home HeadLines અરવલ્લી : શામળાજી-રતનપુર બોર્ડર પર પ્લેન ક્રેશનો AI જનરેટેડ વીડિયો વાયરલ, સોશિયલ...

અરવલ્લી : શામળાજી-રતનપુર બોર્ડર પર પ્લેન ક્રેશનો AI જનરેટેડ વીડિયો વાયરલ, સોશિયલ મીડિયા પર ફેલાઈ ગેરસમજ

0
475

અરવલ્લી, શામળાજી : અરવલ્લી જિલ્લાના શામળાજી-રતનપુર બોર્ડર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયો હોવાનો દાવો કરતો એક AI (Artificial Intelligence) જનરેટેડ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતાં લોકોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક શરૂ થયા છે અને ઘટનાને લઈને વિવિધ અટકળો વહેતી થઈ છે.

વાયરલ વીડિયોમાં પ્લેન દુર્ઘટનાના દૃશ્યો દર્શાવવામાં આવ્યા છે, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ આ વીડિયો AI ની મદદથી તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વીડિયો બાબા બ્લેક સેવન નામના ઈન્સ્ટાગ્રામ આઈડી પર પોસ્ટ થતાં સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાને લઈને કોઈ સત્તાવાર વિભાગ કે તંત્ર દ્વારા પ્લેન ક્રેશની પુષ્ટિ કરવામાં આવી નથી.

AI ટેક્નોલોજીના વધતા ઉપયોગને કારણે આવા વીડિયો સામાન્ય નાગરિકોને ભ્રમિત કરી શકે છે. આવા સંજોગોમાં કોઈપણ વીડિયો કે માહિતીની સત્યતા તપાસ્યા વગર તેને સોશિયલ મીડિયા પર શેર કરવાથી અફવાઓ ફેલાવાનો ભય રહે છે.

આ વાયરલ વીડિયો અનેક સવાલો પણ ઊભા કરે છે. શું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર AI જનરેટેડ કન્ટેન્ટને સ્પષ્ટ રીતે ઓળખાવવું જોઈએ? આવા ભ્રામક વીડિયો સામે કાયદાકીય કાર્યવાહી કોણ કરશે? અને લોકો સુધી સાચી માહિતી ઝડપથી પહોંચે તે માટે તંત્ર શું પગલાં લેશે?

જાગૃત નાગરિક તરીકે કોઈપણ વાયરલ વીડિયો કે માહિતી પર વિશ્વાસ કરતા પહેલાં તેની સત્તાવાર સ્ત્રોતો પાસેથી ચકાસણી કરવી જરૂરી છે. અફવાઓથી દૂર રહી જવાબદારીપૂર્વક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો સમયની માંગ બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!