29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી : LCBએ શામળાજી આશ્રમ ચોકડી નજીકથી વોન્ટેડ રાજસ્થાની બુટલેગરને દબોચ્યો

અરવલ્લી : LCBએ શામળાજી આશ્રમ ચોકડી નજીકથી વોન્ટેડ રાજસ્થાની બુટલેગરને દબોચ્યો

0
69

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર જીલ્લામાં ગુન્હા આચરી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવા કવાયત હાથધરી છે જીલ્લા એલસીબી પોલીસે શામળાજી આશ્રમ ચોકડી નજીકથી
ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ બુટલેગર હડમાનારામ મેઘવાલને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો છેલ્લા છ મહિનાથી ભિલોડા પોલીસને હાથતાળી આપતા બુટલેગરના મોતિયા મરી ગયા હતા.

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ એમ.એચ.ઝાલા અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી ગુન્હા આચરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા ભિલોડા પોલીસ સ્ટેશનમાં છ મહિના અગાઉ નોંધાયેલ પ્રોહિબીશન ગુન્હાનો આરોપી
હડમાનારામ ગિલારામ મેઘવાલ (રહે,હેમવાસ સૈલા, બાડમેર -રાજસ્થાન) આશ્રમ ચોકડી નજીક મોડાસા તરફના રોડ પર ઉભો રહ્યો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાબડતોબ સ્થળ પર પહોંચી બુટલેગરને કોર્ડન કરી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી ભિલોડા પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!