30.9 C
Gujarat
Tuesday, July 21, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસાની અર્બુદા નગર સોસાયટીમાં કાર ઘર પાસેથી ચોરી, રૂરલ પોલીસના...

અરવલ્લી : મોડાસાની અર્બુદા નગર સોસાયટીમાં કાર ઘર પાસેથી ચોરી, રૂરલ પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવા પોકળ

0
118

અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલી અર્બુદાનગર સોસાયટીમાં ઘર આગળ પાર્ક કરેલ અલ્ટો કારની ચોરી કરી અજાણ્યો ચોર ફરાર થઈ જતા કાર માલિકના હોંશ ઉડી ગયા હતા પોલીસ કહે છે કે, શહેરમાં સીસીટીવી કાર્યરત છે, તેમજ નાઈટ પેટ્રોલિંગ સતત કરવામાં આવી રહ્યું છે તો પછી ચોરી અને ઘરફોડ ચોરીના બનાવો કેમ બની રહ્યા છે? તેવા સવાલો ઊભા થઈ રહ્યાં છે. આ મામલે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથધરી હતી

મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલ અર્બુદાનગર સોસાયટીમાં રહેતા શિક્ષક વિનયકુમાર ભુલાભાઈ પટેલ રાબેતા મુજબ ઘર આગળ તેમની અલ્ટો કાર પાર્ક કરી રાત્રીના સુમારે સૂઈ ગયા હતા સવારે ઘર આગળ પાર્ક કરેલી કાર ચોરી થઈ જતા ચોંકી ઉઠ્યા હતા કારમાં રહેલ ચાંદીની ચેઇન અને રોકડ રકમ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો કારની ચોરી થતા વિનય પટેલ અને તેમના સગા-સબંધીઓએ આજુબાજુના સમગ્ર વિસ્તારમાં શોધખોળ કર્યા છતાં કારનો કોઈ અત્તોપતો ન લાગતા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનું શરણ લીધું હતું ઘર આગળ પાર્ક કરેલી કાર ચોરી થતા અન્ય વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે

મોડાસા રૂરલ પોલીસે વિનય કુમાર પટેલની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઇસમ સામે ગુન્હો નોંધી કાર ચોરને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!