32 C
Gujarat
Thursday, August 20, 2026
Home HeadLines શામળાજીમાં શ્રાવણ માસને લઈ ફૂડ સેફ્ટીની તપાસ હોટેલ-લારી-ગલ્લામાં FSWની તપાસ, 41 નમૂના...

શામળાજીમાં શ્રાવણ માસને લઈ ફૂડ સેફ્ટીની તપાસ હોટેલ-લારી-ગલ્લામાં FSWની તપાસ, 41 નમૂના સ્થળ પર ચકાસાયા

0
273

અરવલ્લી : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અરવલ્લી દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ (FSW) મારફતે નવસર્જિત શામળાજી તાલુકા તેમજ પ્રસિદ્ધ વિષ્ણુ મંદિર યાત્રાધામ વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન આવતા સહેલાણીઓને શુદ્ધ અને સાત્વિક ચા-નાસ્તો તથા તૈયાર ખોરાક મળી રહે તે હેતુથી ખાદ્ય ચીજોની સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

FSW ટીમ દ્વારા લારી-ગલ્લા, ફાસ્ટ ફૂડ સેન્ટર, ટી સ્ટોલ તેમજ હોટેલ-રેસ્ટોરન્ટ સહિત કુલ 12 ધંધાકીય એકમોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન પીવાનું પાણી, મીઠું, પનીર, ચીઝ, બટર, વારંવાર તળવામાં આવતા તેલ અને તૈયાર ખોરાક સહિતની ખાદ્ય ચીજોના કુલ 41 નમૂનાની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. શામળાજી મંદિરના ભોજનાલયની પણ તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પીવાના પાણીનું pH મીટરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખાદ્ય મીઠામાં આયોડિનનું પ્રમાણ, પનીર-ચીઝ-બટરમાં આયોડિન ટેસ્ટ, જ્યારે વારંવાર તળવામાં આવતા તેલનું TPC પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તૈયાર ખોરાકમાં કલર સહિતની ભેળસેળની પણ સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત પેકિંગ પરની એક્સપાયરી ડેટ, ફૂડ લાઇસન્સ, ધંધાકીય એકમોની સ્વચ્છતા તેમજ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજોની પણ તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન આશરે 6 કિલો બિનઆરોગ્યપ્રદ લીલા વેપારી દ્વારા સ્વેચ્છાએ નાશ કરવામાં આવ્યો હતો, જેની કિંમત આશરે રૂ. 250 હોવાનું જણાવાયું છે.આ તપાસમાં પાણીના 11, મીઠાના 10, પનીરના 6, ચીઝના 7 અને બટરના 7 મળી કુલ 41 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.ચોમાસાની સિઝન અને શ્રાવણ માસના તહેવારોને ધ્યાનમાં રાખી ખાદ્ય વ્યવસાયકારોને સ્વચ્છતા જાળવવા, આરોગ્યપ્રદ ખાદ્ય ચીજો પીરસવા તથા ખાદ્ય સામગ્રી ઢાંકીને રાખવા સહિતની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.આ અંગે અરવલ્લીના ડેઝિગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણવાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ દરમિયાન યાત્રાધામોમાં મોટી સંખ્યામાં આવતા સહેલાણીઓને સુરક્ષિત અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે આવી તપાસ અને જાગૃતિ કામગીરી કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!