33.5 C
Gujarat
Wednesday, October 7, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી :  SOGએ સર્વોદય નગરમાંથી બે નામચીન ગુંડાને દબોચ્યા, સાગવાડામાં મહિલા પાસેથી...

અરવલ્લી :  SOGએ સર્વોદય નગરમાંથી બે નામચીન ગુંડાને દબોચ્યા, સાગવાડામાં મહિલા પાસેથી બુટ્ટી પડાવી લીધી હતી 

0

 

પ્રકાશ અને શંકર સલાટ રાજ્યના અનેક પોલીસ સ્ટેશનોમાં લૂંટ,છેતરપિંડી,જુગાર,પ્રોહિબિશન સહિત ગુન્હાના આરોપી

 

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાએ અસામાજિક તત્ત્વો સામે સખ્ત કાર્યવાહી કરવાના આદેશના પગલે જીલ્લા પોલીસતંત્ર દોડાદોડી કરી રહી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે રાજસ્થાનના સાગવાડા શહેરમાં એક મહિલાને ધમકાવી 1.51 લાખની સોનાની બુટ્ટી પડાવી લેનાર બે નામચીન આરોપીને  મોડાસાના સર્વોદય નગર (ડુંગરી) બાયપાસ રોડ ત્રણ રસ્તા નજીકથી 1.51 લાખની સોનાની બુટ્ટી સાથે ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

 

અરવલ્લી જીલ્લા એસઓજીની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા સર્વોદય નગર (ડુંગરી) પાછળથી પસાર થતા બાયપાસ રોડના ત્રણ રસ્તા પર સલાટ ગેંગના ખૂંખાર બે નામચીન આરોપીઓ ઉભા હોવાની બાતમી મળતા એસઓજી પોલીસ તાબડતોડ બાયપાસ ત્રણ રસ્તા પર પહોંચી પ્રકાશ સવજી સલાટ અને શંકર જીતુ સલાટને કોર્ડન કરી દબોચી તેમની તલાસી લેતા સોનાની કાનસેર વાળી 1.51 લાખની બુટ્ટી મળી આવતા પોલીસે આગવી ઢબે પુછતાછ કરતા સોનાની બુટ્ટી રાજસ્થાન સાગવાડા શહેરમાંથી થોડા દિવસ અગાઉ એક મહિલાને ડર બતાવી કાઢી લીધી હોવાનું રટણ કરતા પોલીસે બંને આરોપીની અટકાયત કરી રાજસ્થાનના સાગવાડા પોલીસ સ્ટેશનના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી બંને આરોપીને રાજસ્થાન પોલીસને સોંપવા તજવીજ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!