અનિલ કપૂરને નહોતી પસંદ આવી ‘જુદાઈ’ની સ્ક્રિપ્ટ, 25 વર્ષ બાદ ફિલ્મ કરવાનું કારણ જણાવ્યું…
1997માં આવેલી ફિલ્મ ‘જુદાઈ’માં અનિલ કપૂર, શ્રીદેવી અને ઉર્મિલા માતોંડકર મુખ્ય કલાકારો હતા. આ ફિલ્મ તેની રિલીઝ સાથે જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. ફિલ્મની વાર્તા ઘણી અલગ હતી. ફિલ્મમાં પૈસાના લોભમાં શ્રીદેવી પોતાના પતિના લગ્ન બીજી સ્ત્રી સાથે કરાવે છે. આ ફિલ્મ દર્શકોના દિલમાં વસી ગઈ. પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે પહેલા અનિલ કપૂર આ ફિલ્મ કરવા માંગતા ન હતા.
આ ફિલ્મ કરવા માંગતા ન હતા
અનિલ કપૂરે હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું, ‘હું ફિલ્મ માટે ના કહેતો રહ્યો કારણ કે હું પાત્ર સાથે જોડાઈ શક્યો ન હતો. આ ફિલ્મ કરવા માટે મારા પર પરિવાર અને ફેમિલી પ્રોડક્શન કંપની તરફથી ઘણું દબાણ હતું. કારણ કે ફિલ્મ ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ ફ્લોપ થયા બાદ અમે આર્થિક રીતે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા.
ફિલ્મ કરવા માટેનું કારણ સમજાવતા, અનિલ કપૂરે ખુલાસો કર્યો કે એન્ડી ગાર્સિયા અને મેગ રાયન અભિનીત ‘વેન અ મેન લવ્સ અ વુમન’ જોયા પછી આખરે તે આ ફિલ્મ કરવા માટે સંમત થયો. અને બાદમાં આ ફિલ્મમાં કામ કર્યું. જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.
અનિલ કપૂર અત્યારે ખુશ છે
અનિલ કપૂરે કહ્યું, ‘હું ખુશ છું કે મેં આ ફિલ્મ કરી. શરૂઆતમાં મેં આ ફિલ્મ પરિવાર માટે કરી હતી. શ્રીદેવી અને ઉર્મિલા માતોંડકર જેવી પ્રતિભાશાળી અભિનેત્રીઓ સાથે કામ કરવાનો અદ્ભુત અનુભવ હતો. ત્યારે કામ કરવાની સ્ટાઈલ એકદમ અલગ હતી અને તેમાં પણ એક અલગ ચાર્મ હતું.હવે ફિલ્મ રિલીઝ થયાને 25 વર્ષ થઈ ગયા છે.
