asd
18 C
Ahmedabad
Tuesday, December 10, 2024

ઓપરેશન ગંગામા વાયુસેના આવી વહારે : ભારતીયોને પરત લાવવા માટે C-17 એરક્રાફ્ટના કાફલાનો ઉપયોગ કરવામાં આવશે


સરકાર દ્વારા વિદ્યાર્થીઓને યુક્રેન થી લઇ અને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય વાયુસેના યુક્રેનની સરહદમાં ફસાયેલા ભારતીયોને પરત લાવશે. ભારતીય વાયુસેના પણ યુક્રેનથી ભારતીયોને એરલિફ્ટ કરવા માટે જોડાઈ છે. ભારતીયોને પરત લાવવા માટે C-17 એરક્રાફ્ટના કાફલાનો ઉપયોગ કરવામાં આવે તેવી શક્યતા છે.
યુક્રેનથી વધુ એક ફ્લાઇટ ભારતની 218 ભારતીયોને લઇને બુખારવેસ્ટથી રવાના થઈ છે. આ ફલાઈ આજે જ રવાના થઇ છે. જે જલ્દી જ પરત ફરશે. વિદેશ પ્રધાન જયશંકરે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. અત્યાર સુધી બે હજાર જેટલા ભારતીયોને એરલિફ્ટ કરીને વતન પરત લાવવામાં આવ્યા છે તેવું તેમણે જણાવ્યું છે. પરંતુ ઓપરેશન ગંગાના ભાગરૂપે ભારતીય વાયુસેના આજથી બહુવિધ C-17 એરક્રાફ્ટ તૈનાત કરશે જેથી આ પ્રક્રિયા તેજ બનશે.
સરકાર દ્વારા ગંગા અભિયાન નામ આપવામાં આવ્યું છે. જેમાં સતત વિદ્યાર્થીઓને ઇન્ડિયા લાવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. વિદ્યાર્થીઓ યુક્રેન માં ફસાયા છે વિદ્યાર્થીઓ અત્યારે બોર્ડર પર બંકરમાં બંધ હાલતમાં છે તેમને ખાવાનનું પણ પૂરતા પ્રમાણમાં નથી મળતું.
ખાસ કરીને ત્યાં રહેલા વિદ્યાર્થીઓની પરિસ્થિતિ અત્યારે જોવા જઈએ તો ઘણી દયનીય સાબિત થઇ રહી છે કેમકે કેટલાક વિદ્યાર્થીઓ રાજધાની કીવ માં ફસાયા છે. જ્યાં મોટા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે અગાઉ વીડિયો કોલ થી વિદ્યાર્થીઓએ તેની જાણકારી પણ આપી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!