33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સાબરકાંઠા : SOGએ GUJCTOC ગુન્હાના આરોપીને ગાંભોઇ નજીકથી દબોચ્યો, પેરોલ ફર્લો જંપ...

સાબરકાંઠા : SOGએ GUJCTOC ગુન્હાના આરોપીને ગાંભોઇ નજીકથી દબોચ્યો, પેરોલ ફર્લો જંપ કરનાર અન્ય એક આરોપીને ઝડપ્યો

0
438

સાબરકાંઠા એસઓજી પોલીસે ગાંભોઇ નજીકથી ગુજસીટોક ગુન્હાના આરોપી લિસ્ટેડ અને કુખ્યાત બૂટલેગરને વાહનમાં બેસી ફરાર થાય, તે પહેલા દબોચી લીધો હતો તેમજ હિંમતનગરના શિહોલી ગામનો અને વચગાળાના જામીન પર છૂટેલા અને ૭ મહિનાથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને હિંમતનગર બસસ્ટેન્ડ નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

સાબરકાંઠા એસઓજી પીએસઆઈ કોમલ રાઠોડ અને તેમની ટીમે એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી તથા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા નાઇટ પેટ્રોલિંગમાં હાથધર્યું હતું એસઓજી પોલીસે બાતમીના આધારે ગુજસીટોક ગુન્હાનો કુખ્યાત બુટલેગર અને છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી વસંતભાઇ સુરજીભાઇ બરંડા (રહે. જેસીંગપુર તા.ભિલોડા ) ગાંભોઇ ત્રણ રસ્તા ભિલોડા જતા રોડ પર ઉભો છે જેથી પકડી પાડી કરી ગાંભોઇ પોલીસને સોંપ્યો હતો.તેમજ હિંમતનગર બસ સ્ટેન્ડ પાસેથી શિહોલી ગામના અને સાત મહિનાથી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા વિક્રમભારથી આનંદભારથી ગોસ્વામીને ઝડપી લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!