31 C
Ahmedabad
Monday, May 13, 2024

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ખેલ મહાકુંભ -2022 અંતર્ગત 14 થી 26 માર્ચ દરમ્યાન સ્પર્ધાઓ યોજાશે


‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર ધ્વારા આયોજિત તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અરવલ્લી ધ્વારા સંચાલિત ખેલ મહાકુંભ -૨૦૨૨ સ્પર્ધાનું આયોજન શાળા/ગ્રામ્ય કક્ષાએ લઇ રાજ્યકક્ષા સુધી થનાર છે.

Advertisement

ખેલ મહાકુંભ -૨૦૨૨ નો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તારીખ 12 માર્ચના રોજ સરદાર પટેલ સ્ટેડિયમ,અમદાવાદ ખાતેથી થનાર છે. ખેલ મહાકુંભ -2022 માં ગ્રામ્ય/શાળા કક્ષાએ લઇ રાજ્ય કક્ષા સુધી 36 રમતો અલગ અલગ કુલ 6 (છ) વયજુથ મુજબ સ્પર્ધાઓ થનાર છે. શાળા અને ગ્રામ્ય કક્ષાએ અં-11 વયજુથમાં 50 મી.દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ, અં-14 વયજુથમાં એથ્લેટીક્સ, વોલીબોલ, ખોખો અને કબડ્ડી, અં-17 વયજુથમાં એથ્લેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો અને કબડ્ડી, ઓપન એજ વયજુથમાં એથ્લેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો અને કબડ્ડી અને અબઉ-40 અને 60 વયજુથમાં રસ્સાખેંચ ની સ્પર્ધાઓનું આયોજન તારીખ 14 માર્ચ થી 18 માર્ચ 2022 સુધી કરવામાં આવનાર છે.

Advertisement

તાલુકા કક્ષાએ અં-11 વયજુથમાં ચેસ, અં-14 વયજુથમાં એથ્લેટીક્સ, ચેસ અને યોગાસન, અં-17 વયજુથમાં એથ્લેટીક્સ, ચેસ અને યોગાસન, ઓપન એજ વયજુથમાં એથ્લેટીક્સ, ચેસ અને યોગાસન અને અબઉ-40 અને 60 વયજુથમાં ચેસ ની સ્પર્ધાઓનું આયોજન તારીખ 20 થી 26 માર્ચ દરમ્યાન જે-તે તાલુકામાં કરવામાં આવનાર છે. સિધી જિલ્લા કક્ષાએ અં-11 વયજુથમાં સ્વીમીંગ અને સ્કેટીંગ, અં-14 વયજુથમાં સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, લોનટેનિસ, હેન્ડબોલ, હોકી, ફુટબોલ, ટેકવેન્ડો અને કરાટે, અં-17 વયજુથમાં સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, લોનટેનિસ, હેન્ડબોલ, હોકી, ફુટબોલ, ટેકવેન્ડો, યોગાસન અને કરાટે, ઓપન એજ વયજુથમાં સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, લોનટેનિસ, હેન્ડબોલ, હોકી, ફુટબોલ, ટેકવેન્ડો, શુટીંગબોલ અને કરાટે, અબઉ-40 વયજુથમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોનટેનિસ, સ્વીમીંગ અને શુટીંગબોલ, અબઉ-60 વયજુથમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોનટેનિસ અને સ્વીમીંગ ની સ્પર્ધાઓનું આયોજન તારીખ 20 માર્ચ થી 26 માર્ચ દરમ્યાન આયોજીત કરવામાં આવનાર છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!