28 C
Gujarat
Friday, August 21, 2026
Home આંતરરાષ્ટ્રીય અમેરિકા: ઓક્લાહોમા હોસ્પિટલમાં આડેધડ ફાયરિંગ, 4 લોકો માર્યા ગયા

અમેરિકા: ઓક્લાહોમા હોસ્પિટલમાં આડેધડ ફાયરિંગ, 4 લોકો માર્યા ગયા

0
207

યુએસએના ઓક્લાહોમાની એક હોસ્પિટલમાં ફાયરિંગના સમાચાર મળ્યા છે, જ્યાં આ હુમલામાં 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ઘણાને ઇજા થઈ હોવાનું કહેવાય છે. પોલિસના વળતા જવાબમાં હુમલાખોરને પોલિસે ઠાર કર્યા હતા.

જે હોસ્પિટલમાં ફાયરિંગ થયું હતું તેનું નામ સેન્ટ ફ્રાન્સિસ હોસ્પિટલ છે. ફાયરિંગ પાછળનું કારણ હજી સ્પષ્ટ નથી. બુધવારે રાત્રે તુલસા પોલીસ વિભાગના ડેપ્યુટી ચીફ એરિક ડાલ્ગીશે જણાવ્યું હતું કે, બંદૂકધારી ખાસ કરીને કોઈને નિશાન બનાવી રહ્યો છે કે કેમ તે સ્પષ્ટ નથી.

ચીફ ડુલગાલિશે કહ્યું કે, બંદૂકધારીની ઓળખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ તે 35 થી 40 વર્ષનો હતો.

તેમણે કહ્યું કે, પોલીસને સાંજે 4:52 વાગ્યે શૂટ વિશે કોલ આવ્યો અને તેઓ ચાર મિનિટ પછી તે સ્થળ પર પહોંચ્યા. તેમણે કહ્યું કે, સેન્ટ ફ્રાન્સિસ હોસ્પિટલના પરિસરમાં તમામ ગોળીઓ નતાલી મેડિકલ બિલ્ડિંગના બીજા માળે ભાગમાં હોવાનું માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!