34 C
Ahmedabad
Thursday, May 9, 2024

પ્રી મોન્સૂનના તાયફા કરતી મોડાસા પાલિકાની ગટર સાફ-સફાઈ કરતી એજન્સી સામે લાલ આંખ


અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ઘણાં સમયથી ગટર સાફ-સફાઈ કરતી એજન્સી માત્ર નાટક કરીને લોકોના પૈસાનો વેડફાટ કરતી હોવાની જાણકારી સામે આવી અને પુરાવા મેઘરજાએ જાહેર કર્યા અને તે પણ પ્રથમ વરસાદે, જેથી પાલિકાની પોલ છતી થતાં હવે એજન્સી સામે પાલિકા કડક કાર્યવાહી કરી શકે છે.

Advertisement

મોડાસા નગર પાલિકા ચિફ ઓફિસર સંજય પંડ્યાએ જણાવ્યું કે, પાલિકાએ એજન્સીને હજુ ચુકવણુ કર્યું નથી અને પાલિકાની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે ત્યારબાદ જ એજન્સીને ચુકવણી કરવામાં આવશે. એટલુ જ નહીં શહેરીજનો અથવા તો મીડિયાની ટીમને પણ બોલાવવામાં આવશે ત્યારબાદ જ ચુકવણી કરવામાં આવશે તેવું ચિફ ઓફિસરે જણાવ્યુ હતું. જો ઉણપ જણાશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, જરૂર પડ્યે એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની પણ કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

છેલ્લા ઘણાં સમયથી એક જ એજન્સી દ્વારા મોડાસા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગટર સાફ-સફાઈના નામે એજન્સી દ્વારા તાયફા કરીને લોકોના ટેક્સના પૈસે તાગડધિન્ના કરતી હતી, પણ આ વર્ષે લોકો જાગૃત થયા છે અને એજન્સીની પોલ મીડિયાએ ખોલી નાખતા એજન્સીના પગતળેથી જમીન સરકી ગઇ છે. સમગ્ર ગટર સાફ-સફાના નામે માત્ર તાયફા કરવામાં આવતા હોવાથી ચિફ ઓફિસર સંજય પંડ્યાએ મીડિયા સાથે કડક કાર્યવાહી કરવાની પણ બાંયધરી આપી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!