41 C
Ahmedabad
Thursday, May 16, 2024

ભોલેશ્વર ની મહિલાએ પતિ સહિત 3 સાસરીયાઓ વિરુદ્ધ હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ


પતિ સાસુ અને કાકા વારંવાર માનસિક ત્રાસ આપી જાતે નોકરી કરી કમાવા માટે કરતા હતા દબાણ

Advertisement

હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં રહેતા સોનલબેન તુલસીભાઈ રાઠોડ ના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ 3 વર્ષ પહેલાં અમદાવાદ ચાંદખેડા ના રહેવાસી નીતિનભાઈ મહેશભાઈ વાણીયા સાથે થયા હતા. જેઓ તેમના પતિ, સાસુ સસરા, તેમજ કાકા સાથે સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા હતા. સોનલ ના જણાવ્યા અનુસાર લગ્નના બે વર્ષ સુધી તેમને સારું રાખ્યું હતું ત્યારબાદ તેનો પતિ અને સાસુ તું જમવાનું સારુ નથી બનાવતી તને કપડાં ધોતા નથી આવડતું તેવા મહેણા ટોણા મારી માનસિક ત્રાસ આપતા હતા. અને કાકા અને સાસુ બંને ભેગા મળી જ્યારે મારા પતિ નોકરી જાય ત્યારે મને મન ફાવે તેમ બોલતા અને સાંજે મારા પતિ આવે તેમને મારા વિરુદ્ધ ચડામણી કરી મારા મમ્મી પપ્પા વિશે ખરાબ શબ્દો બોલતા હતા. મારા પતિને ગાડી લાવી હોવાથી મારો પતિ તેમજ સાસુ મને મારા પિયરમાંથી બે લાખ રૂપિયા લાવવા માટે દબાણ કરતા હતા મેં મારા પિતાને વાત કરી હતી અને તેઓએ મારા પતિને alto ગાડી પણ લાવી આપી હતી તેમ છતાં પણ મારા પતિ કે સાસુના સ્વભાવમાં કોઈ બદલાવ આવ્યો ન હતો. મારા પતિ નિતીન મને તારા પપ્પાએ મને સેકન્ડ ગાડી લઇ આપી છે એવું કહી ઝઘડો કરી મારી સાથે મારઝૂડ કરી મને પિયર માં મૂકી ગયો હતો.

Advertisement

મારુ ઘર સંસાર ન બગડે તે માટે મારા પપ્પાએ સામાજિક રીતે સમાધાન કરી મને પછી સાસરે મોકલી હતી. પણ મારા પતિને ઝઘડા કરવા માટે બહાના જોઈતા હોય એમ તેમણે મને અહીંયા રહેવું હોય તો જાતે કમાવુ પડશે જેથી કરી ને મોલમાં નોકરી નોકરી ચાલુ કરી હતી. ઘરકામ માટે નોકરી કરીને હ થાકી જતી હતી એટલે મેં નોકરી બંધ કરી તો મારા પતિ મારા સાસુ મારા કાકા મને ડરાવી- ધમકાવી મારી સાથે મારઝૂડ કરી મને મારા પિયરમાં મુકવા અને મારા મમ્મી પપ્પાને અપશબ્દો બોલી તમારી છોકરીને બાળકો જ નથી થતા અમે અમારા પુત્ર માટે બીજી વહુ લાવી દઈશું તેવું કહી મને મારા પિયરમાં મૂકીને જતા રહ્યા હતા.મારા પપ્પાએ આ બાબતે સામાજિક રીતે ગણાય સમાધાન કરવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેમ છતાં તે લોકોએ કોઈ વળતો જવાબ ન આપતા મેં મારા સાસરીવાળા વિરુદ્ધ હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી.

Advertisement

તમામ હકીકત જાણ્યા બાદ મહિલા પોલીસ સ્ટેશનમાં તેમના પતિ સહિત ત્રણ જણા વિરુદ્ધ પોલીસે 498 A,323,504,114 મુજબ ગુણો દાખલ કરાઇ તપાસ હાથધરી છે.

Advertisement

ફરિયાદી. સોનલબેન તુલસીભાઈ રાઠોડ રહે. ભોલેશ્વર તા. હિંમતનગર. સાબરકાંઠા

Advertisement

સામેવાળા.
1 નિતીનભાઈ મહેશભાઈ વાણીયા વણકર (પતિ)
2 ચદ્રિકાબેન મહેશભાઈ વાણીયા (સાસુ )
3 પ્રકાશભાઈ પમાભાઈ વાણીયા (કાકા) તમામ રહે. ચાંદખેડા , વિરમાયનગર, માધવડેરી સોના પાર્ક સામે આઇ.સી.ઈ રોડ અમદાવાદ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!