38 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ Udaipur Murder : કનૈયાલાલની હત્યા કરનાર આરોપીઓને ફાંસીની સજા કરવાની માંગ સાથે...

Udaipur Murder : કનૈયાલાલની હત્યા કરનાર આરોપીઓને ફાંસીની સજા કરવાની માંગ સાથે AHP નું જીલ્લા કલેકટરને આવેદનપત્ર

0
245

નુપુર શર્માને સમર્થન આપવા બદલ રાજસ્થાનના ઉદેપુરમાં એક ટેલર કનૈયાલાલનુ ગળુ કાપીને હત્યા કરી દેવાઈ હોવાની ઘટના બાદ આખા દેશમાં ભારે આક્રોશ છે.ઉદેપુર સહીત રાજસ્થાનમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું છે

સમગ્ર દેશમાં સતત હિંદુઓની હત્યા કરવામાં આવી રહી છે આ હત્યારાઓ પાછળ પાકિસ્તાની જેહાદીઓનો હાથ હોવાની સંભાવના છે કટ્ટરવાદી માનસિકતા ધરાવતા જેહાદીઓને શોધી કાઢી ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવી ફાંસીના માંચડે લટકાવી દેવાની માંગ સાથે અરવલ્લી જીલ્લા આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદે રાજસ્થાન સરકારને ઉલ્લેખીને કનૈયાલાલના હત્યારાઓને ફાંસીની સજા કરવામાં આવેની માંગ સાથે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

અરવલ્લી જીલ્લા આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના પ્રમુખ રામભાઈ પટેલ મહામંત્રી જયંતીભાઈ પટેલ સંગઠન મંત્રી હિતેશભાઈ જોશી રાષ્ટ્રીય બજરંગ દળના જીતેન્દ્રસિંહ જાડેજાએ રાજસ્થાનના ઉદેપુરમાં ટેલર કનૈયાલાલના હત્યારાઓ સામે આક્રોશ વ્યક્ત કરી તેમને ઝડપથી ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવે તેમજ પીડિત પરિવારને સરકાર દ્વારા 31 લાખ રૂપિયા આપવામાં આવે, એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવેની માંગ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!