37 C
Ahmedabad
Monday, April 29, 2024

રાજ્યના મુખ્યમંત્રીને કોરોના થતાં હોમ આઈસોલેટ, રથયાત્રાની પરંપરા તૂટશે ?


ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો કહેર વધતો હોય તેવું લાગે છે, છેલ્લા ઘણાં સમયથી દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારે થયો છે ત્યારે કેટલાક ગાઈડલાઈનમાં પણ ઉમેરો કરીને માસ્ક પહેરાવ લોકોને અપીલ કરવામાં આવી રહી છે. આ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ભૂપેન્દ્ર પટેલને કોરોનાના હળવા લક્ષણો જણાતા તેઓ હોમ આઇસોલેટ થયા છે. તબીબોની દેખ-રેખ હેઠળ મુખ્યમંત્રી હોમ આઈસોલેટ થયા છે ત્યારે આ વર્ષે અમદાવાદમાં નીકળતી રથયાત્રામાં વર્ષો જૂની પરંપરા તૂટી શકે છે.

Advertisement

અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા વર્ષોથી પહિંદવિધિની એક પરંપાર છે, રથયાત્રા પહેલા પહિંદવિધી થાય છે ત્યારબાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવે છે. પહિંદવિધી રાજ્યના મુખ્યમંત્રી કરતા હોય છે, પણ આ વર્ષે મુખ્યમંત્રીને કોરોના થતાં પહિંદવિધીની પરંપરા તૂટી શકે તેવું લાગે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટીવ થયા છે અને બે દિવસ પછી એટલે કે પહેલી જૂને રથયાત્રા નીકળવાની છે. ત્યારે આ વખતે પહેલીવાર પરંપરા તૂટે તેવા સંજોગો ઊભા થયા છે. કારણ કે, કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે, કોરોના થાય તે પછી એક અઠવાડિયા સુધી પોઝીટિવ વ્યક્તિએ ક્વોરેન્ટાઇનમાં રહેવાનું હોય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!