38 C
Gujarat
Sunday, July 12, 2026
Home હેલ્થ રાજ્યમાં કોરોનાના નવા માત્ર 37 કેસ, સાથે સાજા થવાનો દર 99.06 ટકા

રાજ્યમાં કોરોનાના નવા માત્ર 37 કેસ, સાથે સાજા થવાનો દર 99.06 ટકા

0
375

રાજ્યમાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના આજે નવા 37 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં આજે કોરોનાથી એક પણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું નથી. આજે 60 દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોના કેસમાં અમદાવાદમાં આજે નવા 14 કેસ નોંધાયા છે. વડોદરામાં 13, સુરતમાં 2, તાપી 3, મોરબી 2 કેસ નોંધાયા છે. દાહોદ, ખેડા, બનાસકાંઠા, આણંદ, સુરેન્દ્રનગર, નર્મદા ,કચ્છ, સાબરકાંઠા, પંચમહાલ, મહેસાણા, જૂનાગઢ અને અરવલ્લી અને રાજકોટમાં એક પણ નવા કેસ નોંધાયા નથી.

રાજ્યના જિલ્લાઓમાં કોરોનાના કેસની વિગતવાર વાત કરીએ તો ડાંગ અને ગાંધીનગરમાં 1-1 કેસ નોંધાયા છે. ભરુચ , છોટાઉદેપુર , જામનગર , ભાવનગર, મહિસાગર, પાટણ, અમરેલી, બોટાદ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને વલસાડ જિલ્લામાં આજે એક પણ કોરોના પોઝિટીવ કેસ નથી નોંધાયા.

હાલ રાજ્યમાં કુલ 537 એક્ટિવ કેસ છે. જેમાંથી 6 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,124 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. તો કુલ 10,938 દર્દીએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 10,39,73,990 લોકોને કોરોનાની રસી અપાઇ છે. જેમાં આજે 15,923 લોકોને કોરોનાની રસી અપાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!