33 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી-સાબરકાંઠામાં દિવાળી પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો, 54 નમૂના લીધા, મીઠાઈ ખાતા પહેલા વિચારજો


તહેવાર આવતા જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાણે ઊંઘમાંથી જાગી જાય તેવું લાગે છે. હાલ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અલગ અલગ જગ્યાએથી મીઠાઈ સહિતના નમૂના લેવાની કામગીરીમાં જોતરાઈ ચૂક્યું છેય અરવલ્લીમાં દિવાળીના તહેવારોને ધ્યાને લઈ સાવચેતીના ભાગરૂપે જુદાજુદા તાલુકાઓમાંથી જુદી જુદી ખાદ્યચીજોના અરવલ્લી જિલ્લામાંથી 23 અને સાબરકાંઠા જિલ્લામાંથી 31 મળી કુલ 54 જેટલી ખાદ્યચીજોના નમૂના લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે. જિલ્લામાં તપાસનો દોર શરૂ કરાતાં લે ભાગુ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડાસા, માલપુર, મેઘરજ, અને ધનસુરામાં ખાદ્ય ચીજોનો વેપાર કરતા વેપારીઓને ત્યાંથી નમૂના લેવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Advertisement

ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઉપરોક્ત તાલુકાના જુદી જુદી જગ્યાએ થી ચોકલેટ બરફી જીણી સેવ સકરપારા ફરસાણ મોહનથાળ ફૂલવડી ફરસાણ કોપરાપાક ગુલાબજાંબુ કાજુકતરી બીકાજી સોનપાપડી જેવા જુદા જુદા 54  જેટલા નમૂના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી એકત્ર કરીને તેને તપાસ અર્થે કાર્યવાહી હાથ ધરાઈ હતી. મંગળવારે મોડાસા શહેરની જુદી જુદી જગ્યાએથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દ્વારા ખાદ્યચીજોના 4 નમૂના લેવાયા હતા. દિવાળીના તહેવાર ટાણે અધિકારી બી.એમ.ગણાવાની સૂચનાથી જિલ્લામાં તપાસનો દોર શરૂ કરાતાં લે ભાગુ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

Advertisement

Advertisement

આ દુકાનોમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂના લીધા..
માલપુર – જોધપુર નાસ્તા હાઉસ, જય ભવાની સ્વીટ એન્ડ ફરસાણ, ખોડીયાર સ્વીટ
મેઘરજ – જોધપુર સ્વીટ ફરસાણ, બિકાનેર સ્વીટ માર્ટ, ભવાની દાળબાટી એન્ડ કોલ્ડ ડ્રિંક્સ
ધનસુરા – શિવ શંકર જોધપુર સ્વીટ એન્ડ ફરસાણ, નાગણેશ્વરી સ્વીટ એન્ડ ફરસાણ
મોડાસા – જોધપુર સ્વીટ એન્ડ માર્ટ, ભાવનગરી ફરસણા
બાયડ – ઓમ શ્રી રાજશ્રી જોધપુર સ્વીટ માર્ટ, જોધપુર મીઠાઈ એન્ડ ફરસાણ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!