36 C
Ahmedabad
Tuesday, April 23, 2024

અરવલ્લી : ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભિલોડા બેઠક પર 12 નેતાઓએ દાવેદારી નોંધાવી, કેવલ જોષીયારા, નીલાબેન મોડિયા પ્રબળ દાવેદાર


ભારતીય જનતા પક્ષ દ્વારા આગામી વિધસનસભા ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવાના ભાગરૂપે દરેક જિલ્લામાં નિરીક્ષકો મોકલીને સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે અરવલ્લી જીલ્લામાં પ્રદેશ નિરીક્ષક વિભારવીબેન દવે,દિલીપસિંહ ઠાકોર અને પરાક્રમસિંહ જાડેજાએ છેલ્લા બે દિવસથી ધામા નાખ્યા છે ભિલોડા બેઠક માટેની સેન્સ પ્રક્રિયામાં 12 ટિકિટવાંચ્છુઓએ દાવેદારી નોંધાવી છે કોંગ્રેસના ગઢને તોડવા માટે સ્વ.ર્ડો અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાને ભાજપે ખેસ પહેરાવી આવકાર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું કેવલ જોષીયારા ભાજપમાં જોડાયા પછી પિતાના પગલે ભિલોડા-મેઘરજ પંથકમાં લોક ચાહના મેળવી છે કેવલ જોષીયારાના સરળ અને નિખાલસ સ્વભાવ યુવા વર્ગમાં દબદબો ઉભો કરવામાં સફળ રહ્યા છે નીલાબેન મોડિયા પણ સક્ષમ ઉમેદવાર બની ઉભરી શકે છે.ભિલોડા બેઠક કોંગ્રેસનો દબદબો છે ભિલોડા બેઠક પર 1995 થી દરેક વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી સહીત સર્વ સમાજના લોકપ્રિય સ્વ.ર્ડો.અનિલ જોષીયારા જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરી હતી ભારે લોકચાહના ધરાવતા સ્વ.ર્ડો.અનીલ જોષીયારા જમીની સ્તરના નેતા હોવાથી પક્ષ કરતા વ્યક્તિગ સ્વભાવના લીધે વિજય પ્રાપ્ત કરતા હતા તેમના પુત્ર કેવલ જોષીયારા પણ ટૂંક સમયમાં ભિલોડા-મેઘરજ તાલુકામાં આગવી ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યા છે ભાજપ કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત કરવા કેવલ જોષીયારાને ટિકિટ અપાશે તો જંગ આસાન રહેશે તેવું રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું હતું

Advertisement

Advertisement

ભિલોડા બેઠક પર નીલા બેન મોડીયા પણ સક્ષમ ઉમેદવાર તરીકે ઉભરી રહ્યા છે ગત વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરનાર પૂર્વ આઇપીએસ પી.સી.બરંડા તેમજ જીલ્લા પંચાયત ઉપપ્રમુખ કનુ મનાત અને રાજુભાઈ નિનામાએ ટિકિટની માંગણી કરતા નિરીક્ષકો માટે ભિલોડા બેઠક પર ઉમેદવારની પસંદગી લોઢાના ચણા ચાવવા સમાન બની રહે તો નવાઈ નહીં.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!