32 C
Ahmedabad
Wednesday, April 24, 2024

પંચમહાલ: PM મોદી ગોવિંદગુરુ યુનિવર્સિટી બિલ્ડીંગના એડમિનિસ્ટ્રેટીવ ભવનનું ઈ-લોકાર્પણ કરશે


પંચમહાલ
પર્યાવરણના રક્ષણ અને જાળવણી માટે પ્રધાનમંત્રીએ ગત વર્ષે ગ્લાસગોમાં યોજાયેલા COP26 સંમેલનમાં લાઈફસ્ટાઈલ ફોર એનવાયર્મેન્ટ (LiFE) ના વૈશ્વિક આંદોલનની જાહેરાત કરી હતી અને આંતરરાષ્ટ્રીય જન સમુદાયને LiFE ને આંતરરાષ્ટ્રીય આંદોલન તરીકે દોરી જવાની હાકલ કરી હતી. આ ઉપરાંત, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં પૃથ્વીને બચાવવા માટે રિડ્યુસ, રિયુઝ અને રિસાઈકલના સિદ્ધાંત પર પણ ભાર મૂક્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને ગોવિંદગુરુ યુનિવર્સિટીએ તેના કેમ્પસમાં ગ્રીન બિલ્ડીંગ બનાવવાનો નિર્ણય લીધો છે. ગોવિંદગુરુ યુનિવર્સિટી IGBC પ્રમાણિત ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક ધરાવતી ગુજરાતની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી હશે.

Advertisement

આ ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક વધુ સારી ઈન્ડોર એન્વાયરમેન્ટ ક્વૉલિટી સાથે એનર્જી અને વોટર એફિશિયન્ટ બિલ્ડીંગ હશે જેનાથી, ઓપરેશન ખર્ચમાં 30-40 ટકા સુધીનો ઘટાડો થશે. આ પ્રોજેક્ટ દ્વારા 1.50 લાખ વિદ્યાર્થીઓ, 1500 પ્રોફેસરો, 838 પીએચડી વિદ્યાર્થીઓ, 239 કોલેજો અને 8 ભવનને લાભ થશે.આ પ્રસંગે યુનિવર્સિટી વિન્ઝોલ ખાતે 10,000 થી પણ વધારે વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી,ગોધરાના નવીન અધ્યતન સુવિધા યુક્ત સંકુલને લીધે આદિવાસી વિસ્તારના વિધાર્થીઓને ફાયદો થશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!