34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home કરંટ ઇશ્યુ PM મોદી મોરબીમાં બનલી દુર્ઘટનાસ્થળની મુલાકાત લેશે

PM મોદી મોરબીમાં બનલી દુર્ઘટનાસ્થળની મુલાકાત લેશે

0
138

મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે તમામ રાજકીય પક્ષોના નેતાઓએ ઘટનાને લઇને શોક વ્યક્ત કર્યો હતો. આ વચ્ચે ગુજરાતની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ મોરબીની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારના રોજ મોરબી ખાતે પુલ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરવાના છે.અત્રે ઉલ્લેખનિય છે કે, મોરબીમાં રવિવારના દિવસે મોડી રાત્રે ઝૂલતો પુલ અચાનક તૂટી ગયો હતો, જેને લઇને છેલ્લા 20 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, સમગ્ર ઘટનામાં 134 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ મોરબીની મુલાકાતે પહોંચ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!