28 C
Ahmedabad
Friday, April 19, 2024

Paeng Storm: ફિલિપાઈન્સમાં ગંભીર ‘પેંગ’ વાવાઝોડાથી મૃત્યુઆંક 100ની નજીક પહોંચ્યો


ફિલિપાઈન્સમાં હરિકેન પેંગ વાવાઝોડાના કારણે મૃત્યુઆંક વધીને 98 થઈ ગયો છે. આ વાવાઝોડાની અસર ફિલિપાઈન્સના ઘણા ભાગોમાં થઈ છે. દેશની ડિઝાસ્ટર એજન્સીએ સોમવારે આ જાણકારી આપી.

Advertisement

મનીલા ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ કાઉન્સિલે કહ્યું કે પેંગથી મૃત્યુઆંક 98 પર પહોંચી ગયો છે. જેમાંથી 58ની પુષ્ટિ થઈ હતી અને 40ની પુષ્ટિ થઈ રહી છે. આ દરમિયાન 69 લોકો ઘાયલ થયા હતા અને 63 લોકો ગુમ થયા હતા.

Advertisement

તોફાનથી 575,728 પરિવારો પ્રભાવિત
મનીલા ટાઈમ્સના અહેવાલ મુજબ, તોફાનથી મેટ્રો મનીલા સહિત 17 વિસ્તારોના 31,942 ગામોમાં 1,812,740 લોકો પ્રભાવિત થયા છે. અસરગ્રસ્તોમાં 575,728 પરિવારોનો સમાવેશ થાય છે.

Advertisement

મનીલા ટાઈમ્સના અહેવાલ મુજબ તોફાનથી કૃષિ ક્ષેત્રને પણ નુકસાન થયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં મીમારોપા, બિકોલ પ્રદેશ, પશ્ચિમ વિસાયાસ, ઝામ્બોઆંગા દ્વીપકલ્પ અને SOCSSKSARGEN (દક્ષિણ કોટાબેટો, સુલતાન કુદરત, સારંગાની, જનરલ સેન્ટોસ સિટી)નો સમાવેશ થાય છે.

Advertisement

લગભગ 8,608 ખેડૂતો અને માછીમારો પણ વાવાઝોડાથી પ્રભાવિત થયા છે. અસરગ્રસ્ત ચીજવસ્તુઓમાં ચોખા, મકાઈ, ઉચ્ચ મૂલ્યના પાક અને મત્સ્યઉદ્યોગનો સમાવેશ થાય છે. ખેતીવાડીની સવલતોને પણ નુકસાન થયું છે. મત્સ્યોદ્યોગ, મકાઈના વાવેતર અને ઉચ્ચ મૂલ્યના પાકને નુકસાન થયું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!