28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત આચાર સંહિતાનો અમલ…. પણ બેનર્સ હટાવવામાં હજુ ઢીલાશ ? મોડાસામાં બેનર્સ નથી...

આચાર સંહિતાનો અમલ…. પણ બેનર્સ હટાવવામાં હજુ ઢીલાશ ? મોડાસામાં બેનર્સ નથી હટ્યા..!!

0
180

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતા લાગૂ થઇ ચુકી છે, ચૂંટણી વિભાગ દ્વારા બેનર્સ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને કેટલીક જગ્યાએ પૂર્ણ કરી દેવાઈ છે, જેમાં રાજકીય પક્ષોના પોસ્ટર્સ, બેનર્સ તેમજ સરકારી યોજનાના જાહેરાતો સંપૂર્ણપણે હટાવી દેવાઈ છે, આ વચ્ચે અરવલ્લી જિલ્લામાં હજુ પણ પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે. મોડાસા નગર પાલિકા વિસ્તારની હદમાં ચૂંટણી વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં બેનર્સ હટાવી દેવાયા છે જોકે હજુ પણ કેટલીક જગ્યાઓ પર બેનર્સ જોવા મળી રહ્યા છે, જેમાંથી મોડાસા કોલેજ રોડ વિસ્તારમાં વહેલી સવારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મોટા મોટા હોર્ડિંગ્સ જોવા મળ્યા છે, આ હોર્ડિંગ્સ ક્યારે ઉતરશે તે એક સવાલ છે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સરકારી યોજનાઓના જાહેરાતો બંધ કરાઈ છે, જેના પર જાહેરાતો દર્શાવાઈ હતી તે પણ હટાવી દેવાઈ છે પણ મોડાસાના કોલેજ રોડ વિસ્તારમાં હજુ પણ હોર્ડિંગ્સ દેખાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!