28.4 C
Ahmedabad
Friday, April 19, 2024

લોકશાહીના મહાપર્વમાં જોડાવા અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારીની અપીલ, 23 હજાર જેટલા નવા મતદારો કરશે મતદાન


અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. નરેન્દ્રકુમાર મિનાના અધ્‍યક્ષસ્થાને વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-2022 અન્‍વયે ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્‍લા કલેક્ટર કચેરી, મોડાસા ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી, જેમાં જિલ્લામાં આદર્શ આચારસંહિતના અમલ સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ હોવાનું જણાવતા જિલ્લા કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મિનાએ જણાવ્યું હતું કે, ચૂંટણી જાહેર થતા તા.03 નવેમ્બર-2022 થી જિલ્‍લામાં આદર્શ આચારસંહિતા અમલી બનેલ છે. જેમાં જિલ્લામાં પોસ્ટર, બેનર્સ અને હોર્ડિગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું. આદર્શ આચારસંહિતાના અમલમાં નિષ્‍પક્ષ રીતે ચૂંટણી કાર્યવાહી થાય તે માટે ચૂંટણી સંબંધી કોઇપણ ફરિયાદ  મતદાર સંબંધી હેલ્‍પલાઇન “સી-વિઝીલ” મોબાઇલ એપથી પણ ફરીયાદ કરી શકાશે જેમાં 100 મિનિટમાં ફરીયાદનું નિવારણ કરાશે તેમ તેમણે જણાવ્‍યું હતુ.જિલ્લામાં 23 હજાર મતદારો કરશે પ્રથમવાર મતદાન
અરવલ્લી જિલ્‍લાના ત્રણ વિધાનસભા મતવિસ્તારોનો સમાવિષ્ટ થાય છે જેમાં ભિલોડામાં વિધાનસભા વિસ્‍તારમાં 406, મોડાસામાં 338 અને બાયડમાં 318 મળી કુલ 1062 મતદાન મથકો કાર્યરત થશે. જેમાં જિલ્લાના 4,22,166 પુરૂષ, 4,07,422 સ્‍ત્રી તેમજ 27 અન્ય એમ મળી જિલ્‍લાના કુલ 8,29,615 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ તા.05 ડિસેમ્‍બર-2022ને રોજ કરશે, જેમાં 17,055 મતદારો 80+ ઉંમરના અને 5402 દિવ્યંગો મતદાન કરશે. આ સાથે જ 23,084 યુવા મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
જિલ્લામાં 21 સખી મતદાન મથકોમાં મહિલા કર્મચારીઓ કામગીરી કરશે. દરેક વિધાનસભામાં ઇકો ફ્રેન્ડલી મતદાન મથક પણ ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં 1 યુવા કર્મચારી મતદાન મથકની રચના કરાશે. આ સાથે જ દરેક વિધાનસભા દીઠ 1 દિવ્યાંગ સ્ટાફ સંચાલિત અને 1 મોડેલ મતદાન મથક પણ કાર્યરત કરાશે.
જિલ્લા પોલીસ વડા સંજય ખરતે જણાવ્યું કે જિલ્લાના તમામ સંવેદનશીલ મતદાન મથકો પર પણ શાંતિપૂર્ણ , ભયરહિત અને નિષ્પક્ષ ચુંટણી યોજાઈ તે માટે જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ તૈયાર છે. બીજા રાજ્યોની સરહદ પર 10 ચેક પોસ્ટ કાર્યરત છે. આંતર જિલ્લામાં 18 જેટલી ચેકપોસ્ટ પણ કાર્યરત કરાઇ છે. સંવેદનશીલ મથકો પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરાઈ રહ્યા છે.અરવલ્લી જિલ્લામાં મતદાન અને ઉમેદવારી પત્ર ભરવાની વિગત
ચૂંટણી અંગેનું જાહેરનામુ બહાર પાડવાની તારીખ – 10 નવેમ્‍બર-2022 (ગુરૂવાર)
ઉમેદવારીપત્રકો ભરવાની છેલ્‍લી તારીખ – 17 નવેમ્‍બર- 2022 (ગુરૂવાર)
ઉમેદવારીપત્રકોની ચકાસણીની તારીખ – 18 નવેમ્‍બર- 2022 (શુક્રવાર)
ઉમેદવારીપત્રક પરત ખેંચવાની છેલ્‍લી તારીખ – 21 નવેમ્‍બર- 2022 (સોમવાર)
મતદાન તારીખ – 05 ડિસેમ્‍બર- 2022સ સોમવારના
મતગણતરી તારીખ – 08 ડિસેમ્‍બર- 2022 (ગુરૂવાર)
ચૂંટણીપ્રક્રિયા સંપન્ન તારીખ – 10 ડિસેમ્‍બર-2022 (શનિવાર)જિલ્‍લા ચૂંટણી અધિકારીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ રાખવા ફરિયાદ નિવારણ કમિટી તથા ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ રાખવા જિલ્લા ખર્ચ નિયંત્રણ કમિટીની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત વિડીયો સર્વેલન્‍સ-વ્‍યૂઇંગ, ફ્લાઇંગ સ્‍કવોડ, સ્ટેટિક સર્વેલન્‍સ, એકાઉન્‍ટીંગની ટીમ કામગીરી કરશે.જિલ્લાના કુલ મતદાન મથકો પૈકી 535 મતદાન મથકોમાં વેબકાસ્ટીંગ કરાશે તેમ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.આ વિધાનસભા ચૂટણીતંત્રે નવિન પહેલ કરતા દિવ્યાંગ અને વયોવૃધ્ધ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરાઇ છે જેમાં ફોમ નં 12 D ભરીને આ સુવિધાનો લાભ લઇ શકશે.જિલ્‍લા ચૂંટણી અધિકારી ડૉ.નરેન્દ્રકુમાર મિનાએ ચૂંટણી નિષ્પક્ષ, ન્‍યાયી,  શાંતિપૂર્ણ અને સંપૂર્ણ પારદર્શી બની રહે તે માટે સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

Advertisement

પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી કમલ શાહ,  જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, જિલ્લા અધિક નિવાસી કલેકટર એન.ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેશ કૂચારા, નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી સાગર મોવલિયા , સહાયક માહિતી નિયામક નિધિ જયસ્વાલ સહિત ચૂંટણી સંબંધિત અધિકારી-કર્મચારીઓ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્‍થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!