32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines દિગ્ગજ નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રીનું ભાજપમાંથી રાજીનામું, હવે કયા પક્ષમાં જોડાશે...

દિગ્ગજ નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રીનું ભાજપમાંથી રાજીનામું, હવે કયા પક્ષમાં જોડાશે તેના પર સવાલ

0
147

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ તેના અને પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામુ આપી દેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. છેલ્લા 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં પાયાના કાર્યકર તરીકે કામગીરી કર્યા પછી તેઓએ અચાનક રાજીનામુ આપી દેતા રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

ભાજપમાંથી રાજીનામુંઆપ્યા બાદ જયનારાયણ વ્યાસનું નિવેદન સામે આવ્યું છે. 32 વર્ષ ભાજપ સાથે ગાળ્યા. આજે પણ ભાજપ સાથે કોઈ વાંધો નથી. જિલ્લાની પરિસ્થિતિ સારી નથી. દર વખતે કાર્યકરોની અવગણના થાય. ભાજપના અધ્યક્ષના પાટણ જિલ્લા સાથેનું વલણ યોગ્ય નથી. પાટણ જિલ્લાની એક ટોળકી બધું બગાડે છે.

તેમણે કહ્યું કે, નાની બાબતમાં અધ્યક્ષને ફરિયાદ કરવી પીડા દાયક હતું. રાજ્યના અધ્યક્ષ સી આર પાટીલનું કાર્ય સારું છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ દ્વારા જિલ્લાનું વાતાવરણ બગડ્યું. આજે હું કાર્યકરો સાથે નક્કી કરીશ. હું ચૂંટણી લડીશ તેમાં બે મત નથી. રાજકારણમાં રહીને લોકોના કામ કરીશ. રાજકારણમાં નહિ રહ્યુ તો કોર્ટના માધ્યમથી લડીને લોકોના કામ કરીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!