29 C
Ahmedabad
Friday, April 26, 2024

અરવલ્લી : જીલ્લા પંચાયત પ્રમુખ પુત્રના ગેરકાયદેસર ખનન સામે કિશનગઢના લોકોમાં આક્રોશ, મામલતદાર, PI ને આવેદનપત્ર


અરવલ્લી જીલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણનો પુત્ર પ્રેમ ભારે પડી રહ્યો હોય તેમ લાગી રહ્યો છે પ્રમુખ પુત્ર વીરભદ્રસિંહ ચૌહાણ (વિક્કી બાપુ) અને વિવાદ એક બીજાના પર્યાય બની ગયા હોય તેમ સતત ચર્ચામાં રહે છે ભિલોડા તાલુકાના કિશનગઢ ગામના ગૌચર માંથી વીરભદ્રસિંહ અને તેમના મળતીયાઓએ મોટી માત્રામાં માટીનું ખનન કરવામાં આવતા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને સભ્યોએ તેમને અટકાવવાનો પ્રયત્ન કરતા પ્રમુખ પુત્રએ તેમની સામે ગેરવર્તણુક કરી બિભસ્ત શબ્દો બોલી ઘર ભેગા કરી દેવાની ધમકી આપતા ગામલોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પ્રમુખ પુત્ર અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેની માંગ સાથે મહિલા સરપંચ અને ગામલોકોએ ભિલોડા મામલતદાર અને પીઆઈને આવેદનપત્ર આપ્યું હતું

Advertisement

શું હતો સમગ્ર મામલો તે પણ વાંચો – અરવલ્લી : દિવાળીના દિવસોમાં હવામાં ફાયરિંગ કરનાર જિલ્લા પંચાયતના પુત્ર ફરી વિવાદમાં, તંત્રની નાક નીચે ગેરકાયદે ખનન..!!

Advertisement

ભિલોડા તાલુકાના કિશનગઢ ગામના મહિલા સરપંચ હંસાબેન રાકેશભાઈ કોટવાળ, ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગામલોકો પહોંચી ભિલોડા મામલતદાર અને પોલીસ ઇન્સ્પેકટરને આવેદનપત્ર આપી કિશનગઢ ગામના ગૌચરમાં ગેરકાયદેસર માટી ખનન કરનાર વીરભદ્રસિંહ ચૌહાણ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું

Advertisement

ભિલોડા ગામના મહિલા સરપંચ હંસાબેન કોટવાળના જણાવ્યા અનુસાર જીલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણના પુત્ર વીરભદ્રસિંહ ચૌહાણને ગામના ગૌચરમાં ગેરકાયદેસર માટીનું ખનન કરતા હોવાની જાણ થતા તેમને રોકવા જતા ટેલિફોન પર અપશબ્દો બોલી તેમજ ગ્રામ પંચાયત બોડીને સસ્પેંડ કરાવી દેવાની ધમકી આપી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!