ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે અરવલ્લી જીલ્લાની ત્રણ બેઠકો પર ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દઈ રવિવારે ચુસ્ત પોલીસબંદોબસ્ત વચ્ચે ઈવીએમ અને વીવીપેટ સહીત ચૂંટણી સામગ્રી 1062 મતદાન મથકો પર પહોંચાડી દીધી છે લોકશાહીના પર્વમાં જીલ્લાની ત્રણ બેઠકો પર 8.30 લાખથી વધુ મતદારો મતદાન કરે તે માટે જીલ્લા કલેકટર અને અન્ય અધિકારીઓ દ્વારા મતદાન કરવા અપીલ કરી છે ચૂંટણી સામગ્રી પહોંચાડતી બસો જીપીએસથી સજ્જ હોવાની સાથે તેનું મોનીટરીંગ પણ સતત કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવ્યું હતું
અરવલ્લી જિલ્લામાં ૧૦૬૨ મતદાન મથક ઉપર ચૂંટણી યોજાશે.અરવલ્લી જિલ્લાની કુલ 3 વિધાનસભા બેઠક પર આવતી કાલે મતદાન છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ ને આખરી ઓપ આપી દેવાયો છે આજે ત્રણે બેઠકો ના કુલ 830,547 મતદારો માટે કુલ 1062 મતદાન મથકો છે જ્યારે 1360 ઇવીએમ અને વિવિપેટ ની ફાળવણી કરાઈ છે આ સંપૂર્ણ કામગીરી માટે કુલ પરિસાયડીંગ અને નોડલ સહિત 4673 નો સ્ટાફ ફરજ બજાવશે જિલ્લા માં 278 બુથ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ છે.ત્રણે વિધાનસભા બેઠક પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને નિષ્પક્ષ અને ન્યાયિક ચૂંટણી થાય તે માટે 3800 પોલીસ સ્ટાફ સુરક્ષા કવચ પૂરું પાડશે સંપૂર્ણ કામગીરી ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જ્યારે આજે વહેલી સવાર થી મોડાસા એન્જીનીયરીંગ કોલેજ ખાતે તમામ પોલિંગ સ્ટાફ ને ઇવીએમ વિવિપેટ અને અન્ય ચૂંટણી લક્ષી મટીરીયલ સાથે જિલ્લા ના તમામ મતદાન બુથો પર રવાના કરવાની કામગીરી હાથ ધરાઈ છે.ચૂંટણીના અવસર પૂર્વ તૈયારી માટે તમામ કર્મચારીઓ પણ સજ્જ બની તેમને ફાળવેલા મતદાન મથક તરફ જવા હર્ષ ઉલ્લાસભેર રવાના થયા હતા