37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત અરવલ્લી : કેનાલમાં ભંગાણ…ખેડૂતો માટે આફત, હજ્જારો લીટર પાણી વેડફાતા ખેડૂતો પીયત...

અરવલ્લી : કેનાલમાં ભંગાણ…ખેડૂતો માટે આફત, હજ્જારો લીટર પાણી વેડફાતા ખેડૂતો પીયત પાણી માટે મુશ્કેલીમાં, રીપેરીંગની માંગ ઉઠી

0
133

ચાલુ વર્ષે મેઘરાજા મહેરબાન થતા જીલ્લાના જળાશયો છલકાયા હતા જીલ્લાના જળાશયો છલકાતા ખેડૂતોને રવી સીઝનમાં સિંચાઈનું પાણી તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યું છે હાલ શિયાળાની સીઝનમાં પાકને બચાવવા અને મબલક ઉત્પાદન મળે તે માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે મોડાસાના આલમપુર નજીક પસાર થતી માઝુમ કેનાલમાં ગાબડું પડતા હજ્જારો લીટર પાણી વેડફાટ થતા ખેડૂતોને પિયત પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

મોડાસાના માઝુમ ડેમમાંથી બીજા તબક્કાનું પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે. ત્યારે મોડાસાના આલમપુર પાસે કેનાલમાં મોટું ભંગાણ સર્જાયું છે. જેના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો છે. ચોમાસા બાદ કેનાલોમાં જંગલ કટિંગ અને સમારકામ કરવાનું હોય છે તે તંત્ર દ્વારા કરવામાં આવતું નથી. જેના કારણે જ્યારે જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે કેનાલમાં મોટા મોટા ગાબડા પડતા હોય છે અને પાણીનો વેડફાટ થાય છે. ખેડૂતોને ખરા સમયે ખેતીમાં પાણી વગરના રહેવું પડે છે. ત્યારે સિંચાઈ તંત્ર જાગે અને કેનાલો રીપેર કરાવે જેથી વારંવાર કેનાલોમાં ભંગાણના સર્જાય અને ખેડૂતોને સમયસર પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી માગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!