39 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી જિલ્લામાં લાશ મળવાનો સિલસિલો, ભિલોડાના સુનસર નજીક પ્રેમી યુગલનો મૃતદેહ મળ્યો

અરવલ્લી જિલ્લામાં લાશ મળવાનો સિલસિલો, ભિલોડાના સુનસર નજીક પ્રેમી યુગલનો મૃતદેહ મળ્યો

0
154

21મી સદીના ફાસ્ટ હાઈટેક યુગમાં મનુષ્યની સહન શકિત ધટતા સમાજ માટે ચિંતાનો વિષય છે.આપધાતના બનાવો ઠેર ઠેર ઉત્તરોતર વધી રહ્યા છે.અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સુનસર ગામના અંતરિયાળ ડુંગરાળ જંગલ વિસ્તારમાંથી પ્રેમી યુગલના મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે.અવનવી ચર્ચાઓએ ભારે જોર પકડયું છે.ધવના ઝાડ પર પ્રેમી યુગલના લટકતા મૃતદેહ મળી આવ્યા હતા.યુવક-યુવતીના મૃતદેહ કોટેઝ હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડાયા હતા.કોટેઝ હોસ્પિટલમાં લોકોના ટોંળા એકત્રિત થઈ ગયા હતા.પ્રેમી યુગલ ના લટકતા મૃતદેહ મળ્યા હોવાના સમાચાર વાયુવેગે સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગયા હતા.સમગ્ર બનાવ સંદર્ભે પોલીસે સ્થળ તપાસ કરીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.ઓના જણાવ્યા મુજબ સુનસર ગામના સીમ વિસ્તારમાં જંગલમાં ડુંગરાળ વિસ્તારમાં ધવના ઝાડની ડાળીએ તેઓની જાતે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યુ હતું.પ્રેમ સંબંધ દરમિયાન લગ્નજીવનના અરમાનો અધુરા રહ્યા અને પ્રેમી યુગલે સાથે જીવવાના કોડ અધુરા રહેતા બંને એક સાથે ગળે ફાંસો ખાઈને જીવન લીલા સંકેલી…
રેશમા કાંતિભાઈ બરંડા  (ઉંમર-વર્ષ-21)રહેવાસી,જાયલા,તા.ભિલોડા અને દિક્ષિત બાબુભાઈ ભગોરા (ઉંમર-વર્ષ-22)રહેવાસી,નાંખી,તા.હિંમતનગર બંને પ્રેમી યુગલ ને પ્રેમ સંબંધ હોય લગ્ન થઈ શકશે નહીં તેમ માની ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવતા ચકચાર મચી જવા પામી છે.ભિલોડા તાલુકાના જાયલા ગામના કાંતિભાઈ જગનાજી બરંડાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે સી.આર.પી.સી કલમ – 174 મુજબ એ.ડી. નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!