37 C
Ahmedabad
Friday, April 26, 2024

લગ્નમાં પહેરવાના કપડાં પણ કાચ તોડ ગેંગ ચોરી જતા પરિવાર પર આફત : મોડાસા કુમકુમ પાર્ટી પ્લોટમાં કારના કાચ તોડી વધુ એક ચોરી


અરવલ્લી જીલ્લામાં ચોર લૂંટારુ ગેંગ સક્રિય થતા પ્રજાજનોની ઉંઘ હરામ થઇ ગઈ છે મોડાસા શહેરના કુમકુમ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ અને રિસેપ્શ્ન તસ્કર ટોળકી માટે સોફ્ટ ટાર્ગેટ હોય તેમ ચાર દિવસના ટૂંકા ગાળામાં બે પ્રસંગમાં ટાબરિયા ગેંગના તસ્કરોએ તળખળાટ મચાવી દઈ બે જુદી જુદી ચોરીની ઘટનામાં લાખ્ખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપતા ખુશીનો પ્રસંગ આફતનો પ્રસંગ બની રહ્યો છે ચાર દિવસ અગાઉ લગ્ન પ્રસંગમાં ઓતપ્રોત પરિવારના થેલામાં રહેલા 9 લાખ અને ચાંદીના દાગીના ભરેલું પર્સ લઈને ફરાર ટાબરિયા ગેંગ હજુ પકડથી બહાર છે ત્યાં વધુ એક ચોરી થી પોલીસની ઉંઘ હરામ થઇ ગઈ છે

Advertisement

મોડાસા શહેરના મેઘરજ રોડ પર બાયપાસ નજીક આવેલા કુમકુમ પાર્ટી પ્લોટ બહાર પાર્ક કરેલી કચ્છી પટેલ પરિવારની કારનો કાચ તોડી તસ્કરો લગ્નમાં પહેરવાના મોંઘાદાટ કપડાં સહીત બે લાખથી વધુની ચોરી કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી મોડાસા રૂરલ પોલીસે સ્થળે પહોંચી સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથધરી છે ચાર દિવસમાં તસ્કરોએ બીજી ચોરીની ઘટનાને અંજામ આપતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે

Advertisement

ધનસુરાના હરીપુરા કંપામાં રહેતા શાંતુભાઇ રવજીભાઈ પટેલ પરિવાર સાથે અર્ટિગા કારમાં મોડાસાના કુમકુમ પાર્ટી પ્લોટમાં લગ્નપ્રસંગે શનિવારે રાત્રે 8 વાગ્યાના સુમારે પહોંચ્યા હતા પાર્ટીપ્લોટ આગળ કાર પાર્ક કરી પરિવાર સાથે લગ્નપ્રંસગમાં હાજરી આપવા ગયા હતા ત્યારે કારનો ખાલી સાઈડનો કાચ તોડી તસ્કરો કારમાં થેલાઓમાં રહેલા લગ્નપ્રસંગમાં પહેરવાના મોંઘાદાટ કપડાં, 50 હજાર રોકડા ભરેલ પર્સ અને ત્રણ તોલા સોનાનું મંગળસૂત્ર લઇ રફુચક્કર થઇ ગયા હતા લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરિવાર પરત કાર પાસે આવતા કારની ખાલી સાઈડનો કાર તૂટેલા જોતા ચોકી ઉઠ્યો હતો બુમાબુમ કરતા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા મહેમાનો અને લોકો દોડી આવ્યા હતા મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમીક તપાસ હાથધરી અજાણ્યા ચોર ઈસમો સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!