27 C
Ahmedabad
Saturday, April 20, 2024

પંચમહાલ: નાળિયેરના કુચા વેસ્ટમાં નહી જાય, પંચમહાલના વનવિભાગે તેનો ઉપયોગ કર્યો નર્સરીઓમાં વૃક્ષોના છોડ ઉગાડવા


ગોધરા

Advertisement

પંચમહાલ જીલ્લાના પવિત્ર યાત્રાધામ એવા પાવાગઢ ખાતે હજારો લાખોની સંખ્યામા યાત્રાળુઓ આવે છે. ત્યારે અહિ મંદિર સહિતના સ્થાનકો પણ નાળિયેર ચઢાવામા આવે છે.જેના કારણે ગંદકી પણ થાય છે. આ મંદિર પરિસરની આસપાસ ગંદકી ના થાય અને આ કુચાનો ઉપયોગ પણ થાય તે સાથે વનવિભાગ દ્વારા એક નવીન પ્રયોગ હાથ ધરાયો છે.

Advertisement

પાવાગઢ ખાતે મહાકાળીના ચરણોમાં શ્રીફળનો ચઢાવો ચઢાવતા હોય છે. શ્રીફળના છોતરાં-કુચા ગમે ત્યાં ખુલ્લામાં નાખી દેતા હોય છે અને આ છોતરાં-કુચાની સફાઈ દરમિયાન તેને સળગાવી દેવામાં આવતા હોઈ છે.જગલમા આગ લાગવાના પણ બનાવો બને છે. આ આગને બુઝાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે. જીલ્લાના વન વિભાગ દ્વારા સમગ્ર બાબતનું ઘનિષ્ટ અધ્યયન કરવામાં આવ્યા બાદ એક નવતર અભિગમ શરુ કરવામાં આવ્યો છે.પાવાગઢ માંચી ખાતે બનાવવામાં આવેલા કોકોપીટ યુનિટ ખાતે લાવવામાં આવે છે અને અહીં આધુનિક મશીનો દ્વારા આ શ્રીફળના છોતરાં-કુચા માંથી કોકોપીટ (નારિયેળના કુચાનો ભૂકો) બનાવવામાં આવે છે. આ કોકોપીટનો ઉપયોગ વન વિભાગ જાતે જ જીલ્લામાં આવેલી પોતાની નર્સરીઓમાં કરે છે.પાવાગઢ ડુંગર પરથી દૈનિક 40 મોટી બેગ શ્રીફળના છોતરાં-કુચા વન વિભાગ દ્વારા એકત્ર કરવામાં આવે છે અને માંચી ખાતે આવેલા કોકોપીટ યુનિટમાં લાવીને પ્રોસેસિંગ કરી તેમાંથી દૈનિક કિલો કોકોપીટનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાં 1 કિલો કોકોપીટનો બજાર ભાવ 100 થી 150 છે. જેનો ઉપયોગ ખાસ કરીને ફૂલ-છોડની નર્સરીઓમાં કરવામાં આવે છે. ત્યારે પંચમહાલ જીલ્લામાં આવેલી વન વિભાગ હસ્તકની નર્સરીઓમાં પાવાગઢ ખાતે બનાવવામાં આવેલા કોકોપીટનો ઉપયોગ કરવામાં આવે છે.તો બીજી તરફ પાવાગઢ ડુંગર ખાતે ગંદકી પણ ઓછી થવા પાણી છે. જયારે આગ લાગવાના ભયથી પણ છુટકારો મળ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!