35 C
Ahmedabad
Thursday, April 25, 2024

‘ચીનની ઘૂસણખોરી પર સરકાર જવાબ કેમ નથી આપી રહી’, સોનિયા ગાંધીનો સરકારને સવાલ, કોંગ્રેસે કર્યું પ્રદર્શન


કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનની સેના વચ્ચેની અથડામણ પર ચિંતા વ્યક્ત કરી છે. પાર્ટીની સંસદીય દળની બેઠક બાદ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોના નેતાઓએ સંસદ સંકુલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સામે પ્રદર્શન કર્યું. ચીનના મુદ્દે વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

Advertisement

વિપક્ષના નેતાઓએ સરકાર પાસે માંગ કરી હતી કે ચીન સાથેના ઘર્ષણ પર સંસદમાં ચર્ચા થવી જોઈએ. સોનિયા ગાંધીએ કહ્યું કે સરકાર ચર્ચા ન કરવા પર અડગ છે, જ્યારે જનતા અને ગૃહ સરહદની વાસ્તવિક સ્થિતિ જાણવા માંગે છે. સોનિયા ગાંધીએ પૂછ્યું કે સરકાર આર્થિક પ્રતિબંધો લાદીને ચીનની આક્રમકતાનો જવાબ કેમ નથી આપી રહી?

Advertisement

દેશની આર્થિક સ્થિતિ નિરાશાજનક: સોનિયા
સીપીપીની બેઠકમાં સોનિયા ગાંધીએ પણ કહ્યું હતું કે દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે, જ્યારે સરકાર દાવો કરી રહી છે કે બધું બરાબર છે. વડાપ્રધાને થોડા નિમણૂક પત્રોનું વિતરણ કર્યું, જયારે કે કરોડો લોકો અનિશ્ચિત ભવિષ્યનો સામનો કરી રહ્યા છે.

Advertisement

ચીન મુદ્દે સરકારે જવાબ આપવો જોઈએ: થરૂર
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે વિપક્ષ સંસદમાં ભારત-ચીન સરહદ વિવાદ પર વાતચીતની માંગ કરી રહ્યો છે. સરકાર લોકો પ્રત્યે જવાબદેહી છે, આપણે બધા દેશની રક્ષા માટે ઉભા છીએ. સરહદ પર શું છે સ્થિતિ, જૂન 2020માં આપણા 20 જવાનો કેમ શહીદ થયા? આ ખબર હોવી જોઈએ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!